________________
(૧૪)
ભોજપ્રબંધ ભાષાંતર લેક બેલી કે –“ દેવ ! ચતુર એવા દક્ષિણસમુદ્રની સ્ત્રી રેવા (નદી) ની સ્પર્ધા કરનારી જે ગોદાવરી નામની પ્રસિદ્ધ ગિરિનદી કૃષ્ણને પ્રિય એવા ગફળને વિષે રહેલી છે તે ગોદાવરી નદીનું જળ વર્ષાઋતુનો સમય વીત્યા છતાં પણ તમારા દંડસ્થાને આવતા ગજે કોના દંતમુશળથી ઉડાડેલી ધૂળને લીધે હજુ સ્વચ્છ થયું નથી.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેણીને તે સર્વ વસ્ત્રો તથા કેટિ સુવર્ણ ઈનામમાં આપ્યું.”
એકદા શ્રી સિદ્ધસેન દિવાકર વિહાર કરતા અવંતી નગરીમાં આવ્યા. ત્યારે ત્યાંના સંઘે તેમને વિજ્ઞપ્તિ કરી કે-“ હે ભગવાન ! જે તમારી વિદ્યા પ્રભાવવાળી હોય તો આકાર નગરમાં બ્રાહ્મણે જિનચેત્ય કરવા દેતા નથી, તેથી રાજાના ચિત્તનું રંજન કરી તે નગરીમાં ચૈત્ય થાય તેમ કરી આપે.' તે સાંભળી સિદ્ધસેન સૂરિ વિક્રમ રાજાને મળવાની ઈચ્છાથી ચાર કલેક નવા બનાવી રાજ મહેલના દ્વાર પાસે આવ્યા. પ્રતીહારે તેમને પ્રવેશ કરવા ન દીધો, ત્યારે સૂરિએ આવા અથવાળે એક લોક રાજા પાસે દ્વારપાળ મારફત મોક–“ આપને જોવાની ઈચ્છાવાળે એક ભિક્ષ દ્વારપાળના રવાથી દ્વાર પાસે ઉભેલ છે, તેના હાથમાં ચાર કલેક છે, તે આવે કે જાય ?” આ લેક સાંભળી ચમત્કાર પામેલા વિકમરાજાએ આવા અથવાળે કલોક કહ્યો-“ દશ લાખ દ્રવ્ય અને ચેદ શાસન (ગામ) તેને આપો. પછી હાથમાં ચાર લોક રાખીને ઉભેલા ભિક્ષુ આવવું હોય તે આવે અને જવું હોય તે જાય.” તે
લોક સાંભળી “અમારે દ્રવ્યનું કે ગામનું પ્રયજન નથી. ” એમ કહી તે સૂરિ રાજસભામાં ગયા. ત્યાં ચારે દિશા તરફ મુખવાળા સિંહાસન ઉપર રાજા વિક્રમ પૂર્વાભિમુખે બેઠા હતા, તેને જોઈ સૂરિ આ લોક બોલ્યા
ઝપૂર્વ ધનુર્વિદ્યા, મવત શિત્તતા કુતર ?! मार्गणौधः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥ १॥"
“હે રાજન ! તમે આ અપૂર્વ ધનુવિધા કયાંથી શીખ્યા ? કે જેથી માગણને સમૂહ તમારી સન્મુખ આવે છે અને ગુણ દિશાએમાં જાય છે.”
૧ પર્વતમાંથી નીકળેલી નદી ૨ બાણ, બીજો અર્થ યાચક. ૩ પ્રત્યંચા, બીજે અર્થ યશકીર્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org