________________
( ૧૩૪ )
ભાજપ્રબંધ ભાષાંતર.
આવી ધનપાળની ઉક્તિથી ભોજરાજા પ્રસન્ન થઈને એલ્યા કે—“ રસવાળા ધનપાળનાં વચનને અને મલયાચળના ચંદ્નનને હૃદયમાં સ્થાપન કરી કયા માણસ સુખી ન થાય ? આનંદ ન પામે ?” આ પ્રમાણે તેની પ્રશંસા કરી અને તેને સે। ભેરો આપી.
એકદા ભેાજરાજાના કરાવેલા નવા સરેવરમાંથી પ્રગટ થયેલા સુરોભિત મસ્તકવાળા કાઈ જળચરે “ કાણુ વે છે ?” એ પ્રશ્ન ત્રણ વાર પૂછ્યા, ત્યારે ધનપાળ મેલ્યા કે—“ જેના ઘરમાં પાંચમે અે દિવસે શાક થતું હોય, જે ઋણ ( દેણા ) રહિત હાય અને જે પ્રવાસી ન હેાય તે પુરૂષ હે જળચર ! જીવે છે. ’
,,
એકદા રાજસભામાં ધનપાળ પડિંત આવ્યા નહાતા. તે વખતે કોઇએ કહ્યું કે ધનપાળ કદાપિ અન્યના દૂષણા ખેલતા નથી. ” તે સાંભળી રાજાએ વિચાયું કે—‹ તેલ, તેલથી પાકેલું અનાજ, છૂટ્ટી ભાર્યાં, જવનું ભેાજન અને પર્વતવાસી લોક-એટલા ઘણે કાળે પણ ( સાચવ્યા છતાં ) વિક્રિયાને પામે જ છે. આ પ્રમાણે જવને ઘણા દાયવાળા જાણી રાજાએ ધનપાળ આવ્યા ત્યારે તેને જવના ઢાયનું વર્ણન કરવા કહ્યું. ત્યારે ધનપાળ ખેલ્યા કે—“ હું જવ ! વિવાહાર્દિકમાં તારા વારા કલ્યાણકારક છે, તું ઝાંપક છે, તાપને હરણ કરનાર છે, તારા દળવડે કરીને પતિત થયેલાની શુદ્ધિ થાય છે, તારાવડે સ્વસ્તિક વિગેરે મંગળ પૂરાય છે, તારા આઢાથી શ્રાદ્ધમાં પિતૃઓના પિંડ થાય છે, બળતા અગ્નિમાં તારા હેામ કરે છે તે દેવતાઓને ઇષ્ટ છે, મનુષ્યના હાથમાં તારી રેખા પડેલી હોય તો તે રેખ પણ શાસ્ત્રજ્ઞાન, વૈભવ, રાજ્ય અને યશ આપનારી થાય છે. તેા તારી શ્રી સ્તુતિ કરવી ? ” આ પ્રમાણે અન્યનાદાષ ન ગ્રહણ કરવાના નિયમ પાળવાથી પ્રસન્ન થયેલા રાજાએ ધનપાળ પંડિતને લક્ષ ધન આપ્યું. दिवसनिसाघडिमालं, जीवियसलिलं जियाण घित्तूणं । ચંદ્રાદ્ધ યજ્ઞા, જારહટ્ટ મમાઽતિ ॥ ? ।।
“ દિવસ અને રાત્રીરૂપી ઘડીએની માળને ધારણ કરતા કાળરૂપી અરઘટ્ટને પ્રાણીઓના જીવિતરૂપી પાણીને લઇ ચંદ્ર અને સૂર્યરૂપી એ બળદેા નિરતર ભમાડે છે- વે છે.’૧
ઇતિ ધનપાળ પડિત પ્રેમધઃ
૧ આ ગાથા અહીં મૂકવાનું કારણ સમજાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org