________________
અધિકાર ૨ જે.
(૨૩) પ્રથમ ઘર જવા માટે પોતાના સેવકેને ધારાપુરીમાં મોકલ્યા. તેઓ નગરીમાં જોતાં એક સાળવીને મોટા વિશાલ ઘરમાં એકલો રહેતો જઈ તેને રાજા પાસે લાવીને કહ્યું કે –“હે સ્વામિન ! આ એકલેજ મોટા ઘરમાં રહે છે, તેથી તેનું ઘર ખાલી કરાવીને આમને આપીએ. ?તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે–“ જો આ મૂર્ખ હોય તે તેને કાઢ એગ્ય છે, અન્યથા નહીં. કહ્યું છે કે પોતાનું હિત ઇચ્છનારા કેઇ પણ મનુએ સાક્ષર (પંડિત)ને કપાવવા ન જોઈએ. જે કદાચ તેઓ વિપરીત (અવળા) થાય તે તે કેવળ રાક્ષસે જ થઈ જાય છે" એમ વિચારી રાજાએ તેને પૂછયું કે–“હે વિંદ (સાળવી) ! કહે, તું કાંઈ જાણે છે?” કુર્વિદ પ્રણામ કરી બોલ્યો કે–
काव्यं करोमि न हि चारुतरं करोमि, यत्नात्करोमि न च सिध्यति किं करोमि । भूपालमौलिमणिचुम्बित पादपीठ ! ,
श्रीसाहसाङ्क ! कथयामि च यामि यामि ॥ १ ॥ “હું કાવ્ય કરું છું પણ ઘણું સારું કરી શકતો નથી, કદાચ યત્નથી સારું કરવા જાઉં છું, પણ બરાબર સિદ્ધ થતું નથી. શું કરૂં ? રાજાઓના મુગટના મણિઆવડે જેનું પાપીઠ ચુંબિત થાય છે એવા હે શ્રીસાહસક (વિક્રમ) રાજા ! હું કહું છું કે હું જાઉં જાઉં ?
તે કુવિંદ રાજાને તુંકાર શબ્દથી કહેતો હતો તે જોઈ રાજાએ તેને કહ્યું કે – હે કવિંદ ! તારી કવિતાની શબ્દ રચના મનહર છે, અર્થ પણ સાર–મધુર છે, પરંતુ સભામાં કાવ્ય બોલવું તે વિચારીને બેલવું જોઈએ. તે સાંભળી રાજાને અભિપ્રાય સમજી જઈ કુર્વિદ બોલ્યો કે बाल्ये सुतानां सुरतेङ्गनानां, स्तुतौ कवीनां समरे भटानाम् । त्वंकारयुक्ता हि गिरः प्रशस्ताः, कस्ते प्रभो ! मोदभरः स्मर त्वम् ॥१॥
બાલ્યાવસ્થામાં પુત્રોની, મિથુનક્રીડામાં સ્ત્રીઓની, સ્તુતિમાં
૧ સાક્ષ વિરતા નાના--સાક્ષરા એ ત્રણ અક્ષરો વિપરીત થતાં રાક્ષસા થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org