________________
(૧૨૮)
ભેજપ્રબંધ ભાષાંતર. ગીત નૃત્ય શી રીતે કરવાં? તથા જેને પગ નથી તેના પગમાં પ્રણામ શી રીતે કરવા ?” વિગેરે.
એકદા ધનપાળે 2ષભ પંચાશિકા નામને સ્તુતિ ગ્રંથ બનાવીને સરસ્વતીકંઠાભરણ નામના પ્રાસાદમાં પોતે બનાવેલી પ્રશસ્તિ "પટ્ટિક રાજાને બતાવી. રાજાએ તેના પર લખેલ લોક વાં. તેનો અર્થ આ પ્રમાણે હતે–પૃથ્વીનો ઉદ્ધાર કર, શત્રનું શરીર વિદારવું અને બળીરાજાની લક્ષ્મી લઈ લેવી–આ ત્રણ કાર્ય કરવા માટે પુરાણપુરૂષ વિષ્ણુને ત્રણ જન્મ લેવા પડ્યા હતા, પરંતુ આ યુવાન બળવાન રાજાએ તેને ત્રણે કાર્યો એકજ જન્મમાં કર્યા છે.” આ કાવ્ય જે પ્રસન્ન થયેલા રાજાએ તેને ઇનામમાં તે પટ્ટિકાના તેલ જેટલો સુવર્ણકળશ આપે. પછી તે પ્રાસાદમાંથી બહાર નીકળતાં તેના દ્વારમાં પતિની સાથે હાથ તાળી દેતા કામદેવની મૂર્તિ જોઈ રાજાએ પંડિતને કામદેવના હાસ્યનું કારણ પૂછયું, ત્યારે પંડિત બે કે –“જેનો સંચય ત્રણ જગતમાં પ્રસિદ્ધ છે એવા આ શંકર હમણાં વિયોગથી કાયર બની પોતાની સ્ત્રીને પોતાના અર્ધ શરીરવડે ધારણ કરે છે. તેથી “હે પ્રિયા ! આ શંકરને આપણે કેવા જીત્યા?” એ પ્રમાણે કહી પ્રિયાના હાથને પોતાના હાથ વડે દાબતે અને હસતો કામદેવ જયવંત વતે છે.” તથા– પાણિગ્રહણ વખતે ભતિ (રાખ) થી શણગારેલું શંકરનું શરીર રોમાંચિત થતું જયવંત તે છે. કે જે શંકરના શરીરને વિષે ભસ્મરૂપ થઈ ગયેલે પણ કામદેવ જાણે અંકુરિત થયેલ હોય તેમ દેખાય છે.”
ત્યારપછી ત્યાંજ રાજાએ દુર્બળ શરીરવાળા ભંગી નામના શંકરના અનુચરની મૂતિ જોઈને તેની દુર્બળતાનું કારણ પંડિતને પૂછયું, ત્યારે પંડિત ધનપાળ બે કે–“ આ શંકર જે દિગંબર છે તો તેને ધનુષ ધારણ કરવાનું શું કારણ છે ? જે શસ્ત્રધારી છે તો શા માટે શરીરે ભસ્મ ધારણ કરે છે ? જે ભસ્મ ધારણ કરે છે તો સ્ત્રી શામાટે રાખે છે ? અને જે સ્ત્રીને રાખે છે તો શા માટે કામદેવ પર દ્વેષ કરે છે? આ પ્રમાણે પોતાના સ્વામીની પરસ્પર વિરૂદ્ધ ચેષ્ટાનો વિચાર કરતો આ ભંગી માત્ર અસ્થિ શેષ રહેલા અને જેની નસો દેખાય છે એવા શરીરને ધારણ કરે છે.”
આ રીતે સિદ્ધ થયેલી સરસ્વતીના પ્રસાદથી નવા નવા ૧ પત્થરની શિલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org