________________
(૧૨૬)
ભોજપ્રબંધ ભાષાંતર. વરદાન માગો.” પંડિત બે કે “જો પ્રસન્ન થયા છે તો મારા નેત્રે મને પાછાં આપો.” રાજાએ કહ્યું- તમારાં નેત્રો તે તમારી પાસે જ છે.” પંડિત – “છે, પણ નહીં જેવાં જ છે.” રાજાએ કહ્યું કે –“ શી રીતે ? * પંડિતે કહ્યું કે – તમે તે નેત્ર મનથી લઈ લીધાં છે. રાજાએ પૂછયું કે –“તે તમે શાથી જાણ્યું ?” પંડિત બો –“આકાર, ઈગિત, ગતિ, ચેષ્ટ, વચન તથા નેત્ર અને મુખના વિકારવડે અંદરનું મન જણાઈ આવે છે. તે સાંભળી રાજાએ કહ્યું –– એમ હોય તો તમે સ્વસ્થ થાઓ, જાઓ, તમારાં લોચન તમને પાછાં આપ્યાં.” એ રીતે પંડિતની ઉપર રાજાએ મોટે પ્રાસાદ કર્યો.
એકદા વનમાં મધને ઝરતા મધપુડાને જોઈ ભેજરાજાએ ધનપાળને પૂછ્યું કે “આ કેમ કરે છે ?” ત્યારે તે બોલ્યો કે જ્યારે પાત્ર મળે છે ત્યારે આપવા માટે ધન હોતું નથી અને જ્યારે ધન હોય છે ત્યારે પાત્ર મળતું નથી. આવી ચિંતામાં પડેલે મધપુડે અશ્રપાત કરીને રૂદન કરતો હોય એમ મને લાગે છે.” રાજાએ પ્રસન્ન થઇ લેકમાં જેટલા અક્ષર હતા તેટલા લાખ રૂપીઆનું ઈનામ આપ્યું.
એકદા રાજા સરસ્વતીકંઠાભરણ નામના પ્રાસાદમાં જતા હતા, ત્યાં ધનપાળ પંડિતને સવજ્ઞશાસનની પ્રશંસા કરતે જોઇ પૂછયું કે–“તમારા જૈનદર્શનમાં અમુક કાળે તે સવા હતા, પરંતુ હમણાં-અત્યારે કેઈઅતિશય ગાનવાળા છે?” પંડિતે કહ્યું—“અરિહંતે કહેલા શ્રીઅર્ધચૂડામણિ નામના ગ્રંથમાં ત્રણ જગતમાં રહેલા પદાર્થોનું ત્રણ કાળના વિષયવાળું જ્ઞાન અત્યારે પણ વિદ્યમાન છે.” તે સાંભળી રાજા તેની પરીક્ષા કરવા માટે ત્રણ દ્વારવાળા મંડપમાં બેઠે, અને પછી પંડિતને પૂછ્યું કે –“હું આ ત્રણ દ્વારમાંથી ક્યા દ્વારથી નીકળીશ?” આ પ્રમાણે શાસ્ત્રને અસત્ય કરવા માટે તેણે પ્રશ્ન પૂછે, ત્યારે પંડિતે “ યુદ્ધિમાના ત્રાવ " (માત્ર બુદ્ધિજ ત્રયોદશીની છે) એ પાઠ સત્ય કરવા માટે રાજાના પ્રશ્નના જવાબ તરીકે જે લખવું હતું તે ભાજપત્ર પર લખી તે ચીઠી મીંઢાળમાં નાંખી રાજાના સ્થગીધરના હાથમાં તે મીંઢળ આપ્યું. પછી રાજાને કહ્યું કે–“આપ હવે ગમે તે દ્વારમાંથી બહાર નીકળે, મેં ઉત્તર લખી આપે છે. તે સાંભળી “પંડિતે કેવી બુદ્ધિ વાપરી હશે ?” એ ચિંતામાં મગ્ન થયેલા રાજાએ વિચાર્યું કે –“ આ ત્રણ દ્વારમાંથી કઈ પણ એક દ્વાર તેણે લખ્યું હશે, માટે હું ત્રણે દ્વારને ત્યાગ કરું, એટલે તેનું લખેલું અસત્યજ થાય.” એમ વિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org