________________
(૧૨૪)
ભોજપ્રબંધ ભાષાંતર. પગલે (ઠેકાણે ઠેકાણે) રહેલા છે, તે હે રાજન !તેમનાથી શું તમારા હિંસારસ પૂર્ણ નથી થતો કે જેથી હું મૃગલા કે જે કૃપાનું સ્થાન
અને દીન છું તેના ઉપર તેને ઉપગ કરે છે ? તમારા આવા કવિક્રમને ધિક્કાર છે.”
આ પ્રમાણે મૃગયાની નિંદા સાંભળી કેપ પામેલે રાજા બો કે–“આ શું કહે છે?” ત્યારે ધનપાળ બોલ્યો કે “પ્રાણ જતી વખતે મુખમાં તૃણ લેવાથી વેરીઓને પણ મૂકી દેવામાં આવે છે, તે નિરંતર તૃણનેજ આહાર કરનાર આ પશુઓને શા માટે હણવા જોઈએ? એમ કહું છું.” રાજાએ કહ્યું કે–“જેઓ બીજાના વાવેલા ક્ષેત્રોનાં ધાન્ય તથા ફળો ખાઈ જાય છે, અને જેઓ જુવાન સ્ત્રીઓની દષિના વિલાસને ચેરે છે, તે મૃગોનું રક્ષણ કેમ કરાય ?” પંડિતે કહ્યું—“શાસ્ત્રમાં લખ્યું છે કે-હે ભારત ( યુધઝિર)! પશુના શરીર ઉપર જેટલા રૂંવાડાં છે, તેટલા હજાર વર્ષ સુધી તે પશુના ઘાત કરનારાઓ નરકમાં પચાય છે. આ પ્રમાણેના ધનપાળનાં વચનો સાંભળી રાજાના હૃદયમાં એકદમ કૃપા ઉત્પન્ન થવાથી તેણે પોતાના ધનુષ બાણ ભાંગી નાખ્યા અને જીવન પર્યંત મૃગયાવ્યસનનો ત્યાગ કર્યો. પછી નગર તરફ જતા માર્ગમાં યજ્ઞમંડપ આવ્યું. ત્યાં યશસ્તંભે બાંધેલા બકરાની દીન વાણી સાંભળી “આ પશુ શું કહે છે ?” એમ રાજાએ પૂછયું, એટલે ધનપાળ બે કે-હે રાજા ! આ પશુ કહે છે કે હે પુરૂષ ! હું સ્વગના ફળ ભોગવવાને તરો નથી, તે વિષે મેં તારી પાસે પ્રાર્થના પણ કરી નથી, હું નિરંતર તૃણના ભક્ષણથી જ સંતુષ્ટ છું, તેથી તારે મને ભારે ગ્ય નથી. જો કદાચ તમારા યજ્ઞમાં હણેલા પ્રાણીઓ સ્વર્ગેજ જતા હોય તે તમારા માતા, પિતા, પુત્ર અને બાંધવડે તમે યજ્ઞ કેમ કરતા નથી ?” તે સાંભળી રાજાએ “આ શું ?” એમ કહી ફરી પૂછયું, ત્યારે પંડિત બેલ્યો કે-“હે રાજન ! યુપ (યશસ્તંભ) કરીને, પશુઓને હણીને તથા રૂધિરનો કાદવકરીને જે કદાચ સ્વર્ગે જવાતું હોય તો પછી નરકે કે જશે ? પરંતુ સત્યરૂપી યુપ, તપરૂપી અગ્નિ અને કર્મરૂપી ઇંધન કરીને તેમાં અહિંસા રૂપી આહુતિ દેવી એજ સનાતન યજ્ઞ છે.” ઈત્યાદિ શુકસંવાદમાં કહેલાં વચને રાજાની પાસે કહ્યા, અને હિંસામય શાસ્ત્રને ઉપદેશ કરનાર તથા હિંસાનાજ સ્વભાવવાળા બ્રાહ્મણો બ્રાહ્મણ રૂપ ધારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org