________________
(૪૬)
ભોજપ્રબંધ ભાષાંતર. કળા એ ત્રણ કળામાં કુશળ હતા. એકદા નગરની બહાર ભીમ વિગેરે ઘણું રાજાએ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હતા, તેમાં એક ગાઉ દૂર પૃથ્વી પર નિશાન ખેડી તેને તેઓ વીંધતા હતા, પરંતુ તેમના બાણે વચ્ચે વચ્ચે ખલના પામીનિશાન ભેદવામાં ચુકતા હતા, તે જોઈ પેલે વિમલ મનમાં ખેદ પામી વારંવાર અહહ બોલતે હતો. તે જોઈ રાજાએ તેને પિતાના સેવક પાસે લાવી પૂછયું કે –“હે ૨ક ! તું વારંવાર અહહ કેમ કરે છે?” તે બે –“હે સોમનાથ ! હે દેવ! અમારી જેવા રંક પણ દૂર રહેલા નિશાનને ભેદી શકે છે, તે આ સવ રાજાઓ કે જેઓ છત્રી આયુધના અભ્યાસી છે, ધનુવિદ્યામાં કુશળ છે અને સંગ્રામસાગરનું મથન કરવામાં મંદરાચળ પર્વત સમાન છે તેઓ શા માટે નિશાન ચુકતા હશે ? એમ ધારી તેમની તે કળામાં અગ્યતા જોઈ ખેદથી હું અહહ કરું છું. જો કે ગધેડે પારકી દ્રાક્ષ ચરતે હોય તે તેમાં પોતાને કાંઇપણ હાનિ નથી. તે પણ અયોગ્ય કાર્ય જોઈને ચિત્તમાં ખેદ તે અવશ્ય થાય છે.”
તે સાંભળી રાજાને કેતુક ઉત્પન્ન થયું, તેથી તેણે કહ્યું કે–“તું એક બાણ મૂક, અમે જોઈએ. ત્યારે હર્ષના સમૂહથી તેને રોમાંચરૂપી કંચુક વિકસ્વર થયો, તેણે ધનુષ્ય લઈ તેના પર પ્રત્યંચા ચડાવી અને તેને પ્રણાત્કાર કરીને બાણ મૂકયું. તે તત્કાળ નિશાનને ભેદી ત્યાંથી પણ ચાર ગાઉ દૂર જઈ પૃથ્વી પર પડ્યું. તે બાણ લાવવા માટે રાજા પોતાના સેવકને મોકલતું હતું ત્યારે તે વિમળે કહ્યું કે હે સ્વામી ! એને અશ્વ આપીને મોકલે, નહીં તે પગે ચાલતો તે જશે તો સંધ્યા વખતે પણ પાછા આવશે નહીં; કારણ કે બાણ ઘણું દૂર જઈને પડ્યું છે. તે સાંભળી વિસ્મય પામેલા રાજાએ કહ્યું કે“તારી પાસે બાણ કળા કેવી છે તે કહે.” ત્યારે તેણે વિજ્ઞાપ્ત કરી કે—કેઈ બાળકની છાતી ઉપર એકસો ને આઠ કમળનાં પત્ર મૂકે, તેમાં જેટલા કહે તેટલાને અથવા સવને બાણવડે હું વીંધી શકું છું અને તે બાળકની છાતીને જરા પણ અડકે નહીં, તથા મારૂં મૂકેલું બાણ પાંચ ગાઉ સુધી અખલિત જાય છે, તેમજ ચપળ સ્ત્રીના ચલાયમાન બે કુંડળમાંથી કહો તે કુંડળની વચ્ચે થઈને હું બાણુ કાઢી શકું છું.” તે સાંભળી ચમત્કાર પામેલે રાજા ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે –“મહા પુરૂષો કળાવાનને જ માને છે, પરંતુ કળા રહિત લક્ષ્મીવાળાને પણ માનતા નથી. જુઓ, મહાદેવે વસુપતિ (સૂર્ય)ને ત્યાગ કરી ચંદ્રને જ મસ્તક પર ધારણ કર્યો છે. મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org