________________
અધિકાર ૩ જે.
– –– લક્ષ્મી એ નિદ્રારૂપ મુદ્રા વિના જ માણસને બીજું અચેતન બનાવવાનું ફટ કારણ છે, અને તે લક્ષ્મીજ પડવી વિના પ્રગટ રીતે નેત્રનું અંધાયું છે, તે લક્ષ્મીજ ત્રિદોષ વિનાને સંનિપાત છે, તેમજ એ લક્ષ્મી ક્ષીરસાગરમાં વસનારી હેવાથી જળના સંબંધને લીધે તેની પાસેથી નીચગામીપણું શીખી છે, તો પાસેથી ચં. ચળપણું શીખી છે અને કાળકૂટ વિષના બિંદુઓ પાસેથી સ્મૃતિ અને બુદ્ધિને વિનાશ કરવાનું શીખી છે.'
એકદા કે કૃપણની સંગતથી કૃપણુતાને પામેલ ભેજરાજા કડાઉઘાનમાં ગમે ત્યાં તેણે કઈ વિદ્વાનને જે તે વિદ્વાન પણ ભેજરાજાને જોઈ પોતાનાં નેત્રો બંધ કરી ચાલતો થયો. તે જોઈ છેજાએ તેને પૂછયું કે–“હે પંડિત ! મને જોઈ તમે આશીર્વાદ તો ન આપે; પણ ઉલટાં નેત્ર બંધક્ય તેનું શું કારણ?” ત્યારે તે વિદ્વાન બ્રાહ્મણ બોલ્યો કે “તમે વૈષ્ણવ છે તેથી તમે દેવ અને બ્રાહ્મણને કદાપિ ઉપદ્રવ કરતા નથી, તેથી અમને તમારે ભય લાગતો. નથી, અને કેઇને કાંઈ પણ આપતા નથી તેથી અમને તમારી દક્ષિયતા પણ નથી, તે કારણથી અમે તમને આશીર્વાદ શા માટે આપીએ ? વળી પ્રાત:કાળે જ કૃપણ રાજાનું મુખ જેવાથી આખો દિવસ લાભની હાનિ થાય એવી લોકોક્તિ હોવાથી મેં મારાં નેત્રો બંધ કર્યા હતાં. કહ્યું છે કે-જેની પ્રસન્નતા નિષ્ફળ છે અને જેનો કોઇ નિરર્થક છે તેવા રાજાને-જેમ સ્ત્રી પંઢ પતિને ઈછતી નથી તેમ-કઈ પણ ઇચ્છતું નથી. વળી “ગાંભિયતા રહિત પુરૂષની વિદ્યા, કૃપણું માણસનું ધન અને બીકણ માણસનું બાહુબળ એ ત્રણે આ જગતમાં વ્યર્થ છે.” હે સ્વામી ! મારા પિતા વૃદ્ધાવસ્થામાં કાશીએ જતા હતા તે વખતે મેં તેમની પાસે હિતશિક્ષા માગી હતી કે બહે પિતા ! મારે શું કરવું ?” ત્યારે તેમણે કહ્યું હતું કે “હે વિદ્વાન પુત્ર ! જે તારું દદય નીતિવાળું હોય તે પ્રધાનને વશ થયેલા, સ્ત્રીને વશ થયેલા, જાર પુરૂષને વશ થયેલા અને ખળ પુરૂષને વશ થયેલા એવા રાજાને સ્વમમાં પણ તું સેવીશ નહીં. હે પુત્ર ! સમગ્ર પાપમાં મોટામાં મોટાં બે પાપ છે, એક દુષ્ટ પ્રધાનવાળે રાજા અને બીજુ તેવા રાજાને આશ્રય કરવો તે. જ્યાં સજાવિવેક બુદ્ધિ રહિત હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org