________________
અધિકાર ૩ જે.
(૮૭) પુરીમાં પ્રવેશ કર્યો. તે વખતે નવવધુ સહિત આવતા રાજાને જોવામાં સલેકે એકદમ ઉત્કંઠિત થઈ ગયા; તેથી તે ઉતાવળને લીધે કે સ્ત્રી અળતો પગે પડતી હતી તે માત્ર એક ડાબે પગેજ ચોપડીને આવી, કેઈ વેણી ગૂંથતી હતી તે અર્ધા છુટા કેશવાળી જ આવી, કઈ આંજણ આંજતી હતી તે એકલા ડાબા નેત્રમાં જ અંજન આંજીને આવી, કે મુખને બદલે માથાપર ચંદન ચડીને આવી, કઈ મસ્તકને બદલે મુખ ઉપર કસ્તુરી ચાપડીને આવી, કેઈ દોડવાથી તુટી જતા હારવાળી દોડતી આવી, કે જમતાં જમતાંઅ જમીને આવી, કેઇ રાતા બાળકને મૂકીને આવી, કઈ અર્ધ શરીરે સ્નાન કરીને આવી, કે પોતાના સ્વામીની સેવા કરતા તેને પડતા મૂકીને આવી, અને કે પોતાના બાળકને બદલે બિલાડીના બચ્ચાંને કેડમાં તેડીને આવી. આ રીતે તે વખતે સ્ત્રીઓની અનેક પ્રકારની વિચિત્ર ચેષ્ટાઓ થઇ રહી. ભેજરાજાએ નગરમાં પ્રવેશ કર્યો અને શુભ દિવસે નવા મહેલમાં રાજાનવવધુની સાથે રહી સુખ ભોગવવા લાગ્યો.
એકદા મેઘલી રાત્રીએ “હા તાત! હા તાત ! ” એ પ્રમાણે રૂદન કરતી કેઈ સ્ત્રીને કરૂણ શબ્દ સાંભળી રાજાએ આ પ્રમાણે અર્ધ શ્લોક કહ્યો–“પિર મૃતે સતિ વિક્રોકિતિ દા તત! તતિા” કેઈ સ્ત્રી પિતાનાં પિતાનો પિતા મરી જવાથી હા તાત! હા તાત! એમ કરી રૂએ છે.” તે સાંભળી સિભાગ્યસુંદરીએ પોતાની બુદ્ધિથી વિચાર્યું કે “આ તરૂણી બાપ શબ્દને ઉચ્ચાર કર્યા વિના કેવળ તાત શબ્દ કહે છે તેનું કારણ કાંઈક જુદું જ હોવું જોઈએ.” એમ ધારી તે સ્વામીની પાસે પૂર્વાર્ધ નવું બનાવીને આખો લેક આ પ્રમાણે બેલી કે – "खदिरभुजङ्गमवल्ली-रक्ताधरसङ्गरङ्गभङ्गभयात् । पितरि मृतेऽपि हि वेश्या, रोदिति हा तात तातेति ॥१॥
કેથે, ચુનો અને પાનથી રક્ત થયેલા અધર (ઓષ્ટ) ના સંગને રંગ નાશ પામવાના ભયથી વેશ્યા સ્ત્રી પિતા મરી ગયા છતાં પણ હા તાત ! તાત ! એમ કહી રૂદન કરે છે.” (તાતને બદલે બાપ કહે તો તે એકૃસ્થાની અક્ષર બોલતાં ઓષ્ટને રંગ નાશ પામી જાય માટે તે તાત શબ્દ વાપરે છે એ ચમત્કાર છે.)
તે સાંભળી રાજાએ વિચાર્યું કે “ આ સ્ત્રી આવા પ્રકારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org