________________
(૮૮)
ભાજપ્રબંધ ભાષાંતર. વેશ્યાનું વૃત્તાંત જાણે છે તેથી ખરેખર આ સ્ત્રીએ પ્રથમ વેશ્યાનું આચરણ કર્યું હશે. કહ્યું છે કે–અધની ચાલ, મેઘની ગર્જના, સ્ત્રીઓનું ચરિત્ર, પુરૂષનું ભાગ્ય, ભવિતવ્યતા, અવૃષ્ટિ અને અતિવૃષ્ટિ-આટલા પદાર્થોને દેવ પણ જાણી શકતા નથી, તે મનુ શી રીતે જાણી શકે ? ” તેથી મારે આ સ્ત્રીનું કાંઈ કામ નથી.” એમ વિચારી રાજાએ કોધ પામી તેણીને દેશનિકાલ કરવા મંત્રીને હુકમ કર્યો. મંત્રીએ વિચાર કર્યો કે–આ રાણીનું શરીર સર્વ પ્રકારના ગુણેથી પવિત્ર દેખાય છે, છતાં રાજાએ આ વગર વિચાર્યો હુકમ કર્યો જણાય છે.” એમ નિશ્ચય કરી તે રાણીને પિતાને ઘેર લઈ જઈ તેને બદલે બીજી કઈ દાસીને દેશનિકાલ કરી, અને સૈભાગ્યસુંદરીને પોતાની પુત્રીની જેમ પોતાના ઘરમાં ગુપ્ત રાખી. એકદા સાસરા અને પિયરથી ભ્રષ્ટ થવાના દુ:ખથી પાંશુકને પાશબંધ કરી (ગળાફાંસે બાંધી ) પતિના પ્રેમમાં પરવશ થયેલી તે આ પ્રમાણે બેલી કે– पञ्चत्वं तनुरेतु भूतनिवहाः स्वांशं विशन्तु प्रभो !,
त्वां याचे द्रुहिण ! प्रणम्य शिरसा पञ्चापि मे सन्त्विति । तद्वापीषु पयस्तदीयमुकुरे ज्योतिस्तदीयालयव्योम्नि व्योम तदीय वमनि धरा तत्तालवृन्तेऽनिलः॥१॥
આ મારું શરીર પંચત્વને (મરણને) પામે, અને તે શરીરના પાંચ ભૂતો પોતપોતાના અંશમાં મળી જાએ, પરંતુ તે બ્રહ્મદેવ ! હું તમને મસ્તકવડે પ્રણામ કરી એટલુંજ માગું છું કે મારા દેહના પાંચે તો આ પ્રમાણેની સ્થિતિ પામે. મારું જળતત્વ મા સ્વામીની વાવના જળમાં મળી જાઓ, મારૂં અગ્નિતત્ત્વ તેના દર્પણની જ્યોતિમાં મળી જાઓ, મારૂં આકાશતત્ત્વ તેના મહેલના આકાશમાં મળી જાઓ, મારૂં પૃથ્વીતત્ત્વ તેના ચાલવાના માર્ગમાં મળી જાઓ, અને મારૂં વાયુતત્ત્વ તેના વીંઝણાના વાયુમાં મળી જાઓ.”
આ પ્રમાણે બેલીને તેણીએ પિતાના કંઠમાં તે પાશ નાંખ્યો કે તરતજ અકસ્માત આવેલા મંત્રીએ તે જોઈ તેને પાશ છેદી નાંખ્યો અને ચંદનરસથી પણ અધિક મધુર અને શીતળ ગુણવાળી વાવડે તેણીને આશ્વાસન આપવા લાગ્યો, પણ તેનું દુ:ખ ઓછું થયું નહીં, ત્યારે તે બોલ્યો કે –“સાત દિવસમાં હું એવું કરીશ કે જેથી રાજ પોતે આવી તમને પટ્ટહસ્તી પર બેસાડી છત્રાદિક આડંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org