________________
(૧૧૮)
ભોજપ્રબંધ ભાષાંતર. લક્ષ દ્રવ્ય આપી તેણુને રજા આપી. તે માર્ગમાં જતી હતી તેવામાં
આ માઘ પંડિતની પત્ની છે ” એમ જાણી યાચકજનોએ તેની પાસે યાચના કરી, તેણુએ તે ઇનામમાં આવેલું સર્વ દ્રવ્ય તેઓને આપી દીધું અને પોતે જેવી ગઈ હતી તેવી જ ખાલી હાથે ઘેર આવી. તે સર્વ વૃત્તાંત જેના પગમાં કાંઈક સજા ચડ્યા હતા એવા પતિને નિવેદન કર્યો. તે સાંભળી “તું જ મારી શરીરધારી કીર્તિ છે” એમ પત્નીની પ્રશંસા કરતા તે પંડિત બેચોકે- હે દેવી! તમે ઘણું સારૂં કર્યું છે, પરંતુ આ યાચક આવે છે તેમને શું આપશું ? આ પ્રમાણે કહે છે, તેટલામાં કઈક યાચક માઘપંડિતને માત્ર વસ્તૃભરજ જાણી બે કે –“હે મેઘ! સૂર્યના તાપથી તપેલા પર્વતને આશ્વાસન કરી, મેટા દાવાનળથી દગ્ધ થયેલા વનેને શીતળ કરી તથા વિવિધ નદીઓને અને કહેને પાણીથી ભરપૂર કરી તું જે હવે ખાલી થયો છે તેજ તારી ઉત્તમ લક્ષ્મી છે.” તે સાંભળી માઘે પત્નીને કહ્યું કે– મારી પાસે ધન નથી, પરંતુ તે ધન વિષેની દુષ્ટ આશા મને છેડતી નથી, દાનમાં વિલાસ કરેલું મારું મન દાન દેવાથી પાછું હઠતું નથી, રાજદિક પાસે જઈને યાચના કરવી તે તે લઘુતા કરનારી છે, અને આત્મઘાત કરે તે મહા પાપ છે, તો હે પ્રાણે! તમે તમારી મેળેજ જતા રહે. વિના કારણે શેક કરવાથી શું ફળ છે? વળી દારિદયરૂપી અગ્નિને સંતાપ તે સંતેષરૂપી જળવડે શાંત થઈ ગયો છે, પરંતુ યાચકોની આશાના ભંગરૂપી અત્યંતર સંતાપ શાથી શાંત થાય ? કહ્યું છે કે-જે અતિથિ-વાચક ભગ્ન આશાવાળે થઈને જેના ઘરમાંથી બહાર નીકળે છે, તે અતિથે તેને પોતાનું દુકૃત્ય આપી જાય છે અને તેનું પુષ્પ લઇ જાય છે. વળી ભિક્ષુકે જે ઘેર ઘેર ભટકે છે તે કાંઈ યાચના કરવા માટે ભટકતા નથી પણ તેઓ ગ્રહીઓને ઉપદેશ કરે છે કે–વાચકને દાન આપ; નહીં આપો તો આવું (અમારા જેવું) ફળ પામશે, તેમજ દક્ષિણાશાને અવલંબન કરનાર સૂયે પોતાના કર પ્રસારીને કેવળ પોતાને જ લધુ કર્યો તેમ નથી, પરંતુ દિવસને પણ લઘુ કર્યો છે. વળી ગતિને ભંગ, દીન સ્વર શરીરમાં ખેદ અને માટે ભય એ વિગેરે મરણને વખતે જે ચિન્હો જોવામાં આવે છે, તે જ ચિન્હો યાચકને વિષે પણ જોવામાં આવે છે. હે દેવી! ઘણું શું કહું ? ચિત્તમાં કાંઈ પણ કષ્ટ નથી, તે પણ કહું છું કે-દુકાળમાં ભિક્ષા મળી શકતી નથી, દુ:ખી અવસ્થા
૧ દક્ષિણ દિશા-યાચકના પક્ષમાં દક્ષિણની ઈચ્છા. ૨ કિરણે વાચકના પક્ષમાં હાથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org