________________
(૯૦)
ભોજપ્રબંધ ભાષાંતર. પ્રવેશ કરી શકે નહીં તે અગ્નિમાં શાંતિથી પ્રવેશ કરીશ.” આ પ્રમાણે ૬૦ પ્રતિજ્ઞા કરી રાજા સન્ય સહિત ત્યાંથી પાછા ફરીને નગરીની સમીપે પણ નગરીની બહાર જ રહ્યો. રાજાને દઢ નિશ્ચય જાણુ મંત્રીએ પોતે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે રાણુને રાજા પાસે લાવી મેટા ઉમવપૂર્વક રાજાની સાથે તેને અંત:પુરમાં પ્રવેશ કરાવ્યો.
ઈતિ ભેજરાજ અવિમુશ્યકારિતા પ્રબંધ છે
સિંહલદ્વીપના રાજાની પુત્રી મદનમંજરી ચોસઠ કળામાં કુશળ અને ચાર વિદ્યામાં નિપુણ હતી. તેણુએ એકદા સભામાં કવિઓના મુખથી ભોજરાજાનું તેવા પ્રકારનું માનવામાં નિપુણપણું, કવિતામાં કુશળપણું, કવિજનો ઉપરની પ્રીતિ અને રૂપ સંપત્તિનું અનુપમપણું વિગેરે ગુણે સાંભળ્યા. તેથી તે વરજ પિતાને યોગ્ય છે” એમ જાણી તેને જ વરવાની ઈચ્છાથી કાલિકાદેવીની આરાધના કરવા લાગી. કેટલેક દિવસે દેવીએ તુષ્ટમાન થઈ તેણીને સર્વ અંગના આભૂષણ વડે ભૂષિત કરીને બે સખીઓ સહિત રાત્રીને સમયે ઉજ્જયિની નગરીની બહાર શ્રી ભોજરાજાના ક્રીડાદ્યાનમાં મૂકી. પ્રાત:કાળે તેણીને અભુત રૂપવાળી જઈ ઉદ્યાનપાલક વિસ્મય પામ્યો. તરત જ તેણે રાજા પાસે જઈ વિજ્ઞપ્ત કરી કે–હે ભેજરાજા ! મેં આજે દમનક વૃક્ષની શાખાપર લટકતાં બે જ બીર (બીરાં) જોયાં, વિકસ્વર કમળના કેશમાં દાડમના બીજની શ્રેણી જોઈ તથા ચંદની મથે ખંજન પક્ષી ઉડતું જોયું. આ ત્રણ અપૂર્વ વસ્તુ મેં આજે એક સ્થાને જોઈ છે. તે સાંભળી રાજાએ તેને ઈનામ આપી તરત જ સારા પરિવાર સહિત ઉદ્યાનમાં જઈએસરાથી પણ અધિક રૂપવાળી તેણીને જે ચિત્તમાં વિચાર્યું કેવિધાતાએ આના કેળની જેવા કેમળ હાથ પગ જે હાથવડે બનાવ્યા છે, તે હાથવડે એના કઠિન સ્તન બનાવ્યા નથી, જે હાથવડે સ્થળ નિતંબ ઘડ્યો છે તે હાથવડે કૃશ મધ્યભાગ (કેડ ) ઘડ્યો નથી, અને જે હાથવડે ચંચળ નેત્રો બનાવ્યાં છે, તે હાથવડે તેણીની મંદ ગતિ બનાવી નથી; તેથી હું માનું છું કે વિધાતાએ જુદા જુદા ઘણું હાથવડે આ સ્ત્રીને બનાવી છે. આ પછી તે સ્ત્રીની સખીના મુખથી
૧ સ્તનનો ધ્વનિ છે. આ દંતશ્રેણીનો ધ્વનિ છે. ૩ નેને ધ્વનિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org