________________
તૃતીય અધિકાર
(૯૧) તેને વૃત્તાંત સાંભળી રાજાએ તેણીને તે ઉદ્યાનમાં જ શુભ લગ્ન સમયે મહેસવપૂર્વક પરણીને પુરપ્રવેશ કર્યો.
રમંદિરસૂરિએલા આ ભેજપ્રબંધમાં કવીશ્વરને આનંદ આપનાર આ ત્રીજો અધિકાર સમાપ્ત થયે.
ભોજપ્રબંધના આ ત્રીજા અધિકારમાં ભોજરાજાને સુવર્ણ. સિદ્ધિની પ્રાપ્તિ તથા સભાગ્યસુંદરી અને મદનમંજરીનું પાણિગ્રહણ વિગેરે વર્ણવ્યું છે.
ઈતિ તૃતીય અધિકાર
અધિકાર ૪ થ.
એકદા ભેજરાજાએ બુદ્ધિસાગર નામના મુખ્યમંત્રીને કહ્યું કે–બ્રાહ્મણ પણ જે મૂર્ખ હોય તે તેણે મારી નગરીમાં રહેવું નહીં, અને કુંભાર જેવી હલકી જાતને છતાં પણ જો તે વિદ્વાન હોય તે તેણે મારી નગરીમાં રહેવું. આ પ્રમાણે વ્યવસ્થા કરે.” તેણે તે પ્રમાણે વ્યવસ્થા કરી; તેથી ધારાનગરીમાં કઈ પણ મૂખ હતું નહીં. એકંદરે પાંચ વિદ્વાને શ્રી ભેજરાજાને સેવતા હતા. તેમાં વરરૂચિ, જયદેવ, ધનપાળ, માઘ, હરિહર, મદનપાળ, ગોવિંદ અને ક્રીડાચંદ્ર વિગેરે પંડિતે જાણે સર્વ હોય તેમ સર્વ શાસ્ત્રમાં નિપુણ હતા. તે સર્વે હમેશાં રાજસભાને શોભાવતા હતા. તે પંડિતોના પ્રબો નીચે પ્રમાણે છે. –
એકદા કીડાચંદ્ર ભેજરાજાનું દર્શન નહીં થવાથી બહાર ઉદ્યાનમાં ગયા. ત્યાં મુખ્ય પંડિતને છેતરવા માટે તેણે આ પ્રમાણે આશીર્વાદ આપે– “ રિક્વરી પાત, સાધુવ્યવુધનપમ /
સદશ જાજામ્યાં, તāહતુ તવૈદત ? ”
બાળનો શત્રુ (કૃષ્ણ) અને કેતુ (યા)ને શત્રુ (મહાદેવ) કે જેઓ અનુક્રમે જળ ભરેલા અને જળ હિત મેઘની ઉપમાવાળા તથા કાગડા અને બગલા જેવા વણવાળા છે તે તમારું ઇચ્છા પૂર્ણ કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org