________________
તૃતીય અધિકાર
(૭૩) દુ:ખી ન થાય તે ધ્યાનમાં રાખવું. આ અધિકાર તમારે નિરંતર પાળવો.
ત્યારપછી કેટલાક દિવસે ગયા એટલે “ભેજરાજા વિદ્વાનપ્રિય અને અત્યંત ઉદારચિત્ત થયો છે” એમ લેકમાં તેની પ્રસિદ્ધિ થઈ તેથી સર્વ દિશાઓમાંથી હજારો પંડિતો આવવા લાગ્યા. એકદા ઘણા દ્રવ્યનો વ્યય થતો જોઈ મુખ્ય મંત્રીએ રાજાને કહ્યું કે- “હે દેવ ! રાજાઓને ભંડારનું બળ હોય તો જ તેઓ વિજય પામે છે; કારણકે ધનવડેજ હાથી, ઘોડા અને પાયદળનું સાધન થઈ શકે છે, અને પ્રબળ સેન્ચે કરીને જ રાજ જય થાય છે. તેથી અન્ય રાજાઓને જીતવાની ઈચ્છાવાળા રાજાઓએ વિશેષ દ્રવ્યને અન્ય કાર્યમાં વ્યય કરવો યોગ્ય નથી. કહ્યું છે કે જે રાજાને ઘણા હસ્તીઓ હોય છે તે જય પામે છે, જેને ઘણા અશ્વો હોય છે તેને જ પૃથ્વી મળે છે, જેને ભંડાર ભરપૂર હોય છે તેજ ઈષ ગણાય છે અને જેને મજબુત દુર્ગ (કિલ્લે) છે તેજ રાજા દુર્જય ગણાય છે. વળી તે સ્વામી! તમે પોતે જ ચતુર છે તેથી આ બાબતમાં હું આપને શું વધારે કહી શકું?”
તે સાંભળી રાજાએ કહ્યું કે “જે લક્ષમી દાન અને ભોગ રહિત હેય, તેમજ જે લક્ષ્મી મિત્રોથી ભેગવાતી ન હોય, તે જો લક્ષ્મી કહેવાતી હોય તો પછી અલક્ષ્મી કોને કહેવી ?” આ પ્રમાણે કહીને રાજાએ તેને મંત્રી પદથી દૂર કરી તે સ્થાને બીજાને સ્થાપી તેને કહ્યું કે “હે વત્સ! તારે હમેશાં મહાકવિને લક્ષ રૂપિયા આપવા, પંડિતને તેથી અર્ધ આપવા અને ગ્રામ્યકવિને તેથી પણ અધ આપવા. જે મંત્રી મને દાન કરવામાં નિષેધ કરશે તે મને ઈષ્ટ હશે તોપણ મારે હણવા લાયક છે એમ સમજવું. કહ્યું છે કે “ધનિક માણસે જે દાન કરે છે અને જે પોતે ભોગવે છે, તે જ તેનું ધન છે. બાકી મરી ગયા પછી તે તેના ધનવડે અને સ્ત્રીવડે બીજાએ કીડા કરે છે. વળી પ્રજાગણને દાતારજ પ્રિય હોય છે, કેવળ દ્રવ્યનો સ્વામીજ પ્રિય હેત નથી. જુઓ ! લેકે આવતા મેઘને ઇછે છે, પણ પાણીથી ભરેલ છતાં સમુદ્રને ઈચ્છતા નથી.”
આ પ્રમાણે અહર્નિશ પુષ્કળ દાન આપવામાં તત્પર ભેજરજાને સાંભળી તિલંગદેશનો રહીશ કેઈ કવિ ત્યાં આવીને એક માસ
૧ પરાભવ ન કરી શકાય તેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org