________________
( ૬ )
ભોજપ્રબંધ ભાષાંતર. આ પ્રમાણે વેશ્યાએ કહ્યા છતાં પણ તેની આશા ભંગ ન થાય તેટલા માટે રાજાએ કરૂણાવડે તે ગોપાળને હજાર રૂપિયા આપ્યા. આ રીતે શ્રી ભેજરાજ ફાટ્યા તુટ્યા લેક કહેનારને પણ ઓછામાં ઓછા પાંચ રૂપિયા તો આપતો હતો.
એકદા કેઈ ગોપાળ કુળને નગરબહાર વનમાં ચરવા મૂકી નગર તરફ આવતા હતા, તેટલામાં બિલને ખળવળતી (ખેતરતી ) એક તેમના જોવામાં આવી, તે જોઇ– " गोह जिम खलवलइ, गोह जिम खलवलइ " (ઘની જેમ ખળવળે છે, ઘની જેમ ખળવળે છે) એમ તે બે . ત્યાંથી આગળ ચાલતાં ભયભીત થઈને સંતાયેલા-છુપાયેલા સસલા જોયા. ત્યારે તે બોલ્યો કે “સંસા લિમ તવું, સસા લિમ હત” (સસલાની જેમ છુપાય છે, સસલાની જેમ છુપાય છે.) ત્યા૫છી ધીમે ધીમે શબ્દ કરતા મોરોને જોઈને તે બોલ્યો–“ મોર વિમ સુહ, મોર નિમ સુરૂ” (મોરની જેમ શબ્દ કરે છે, મેરની જેમ શબ્દ કરે છે. ) ત્યારપછી કુદતા હરણુઓને જોઈ તે
–“ટ્ટર વિર I તિ, હરિવિમા હિ” (હરણોની જેમ ફલંગ મારે છે, હરણોની જેમ ફલંગ મારે છે.) આ પ્રમાણે ચાર પાદ કરી મનમાં ખુશી થતે તે ગોપાળ રાજા પાસે જઈ “નોદ વિમળ” વિગેરે ચારે પાદ બો. રાજાએ તેને પાંચ રૂપિયા આપ્યા.
આવી રાજાની ઉદારતા જોઈ મંત્રીઓએ એકઠા થઇ વિચાર કર્યો કે– “આ રાજા ગાંડા જેવો થયો છે. મૂર્ખાઓને પણ ફોગટ દાન આપે છે, આમ થવાથી તે સમગ્ર ખજાને ખાલી થઇ જશે.” એમ વિચારી તેઓ કેશને બીજે ગુપ્ત સ્થળે રાખવાનો નિશ્ચય કરી રાત્રીને સમયે છાની રીતે પ્રવેશ કરી ખાતર પાડવા લાગ્યા. તેવામાં સ્વાભાવિક રીતે રાજા જાગૃત થયે, ત્યારે તે ગોપાળની ગાથા બોલવા લાગ્યો. તેમાં પ્રથમ “નોદ વિમ તિવત્ત ર” એ પાદ છે. ત્યારે મંત્રીઓએ જાણ્યું કે--- રાજાએ આપણને ખાતર પાડતા જાણ્યા છે.” એમ ધારી તેઓ છુપાઇને રહ્યા. ત્યારે રાજા બીજું પાદ બે -“ સસા વિમ ઉતડું ૨ ” તે સાંભળી તેઓએ જાણ્યું કે રાજએ આપણને સંતાતા જાણ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org