________________
(૬૨)
ભોજપ્રબંધ ભાષાંતર. પડવાથી આખા ગુજરાતમાં ચેતરફ ત્રાસ પ્રવર્તી ગયે. તે વખતે ડામરે વિચાર કર્યો કે–પ્રથમ તે આ રાજાને હું બુદ્ધિના પ્રભાવથી ગુજરાત તરફ જતાં અટકાવું, અને જે તેમ નહીં બને તો પછી મારૂં વરદાન જે લેણું છે તે માગીને પણ અટકાવું.” હવે બીજે દિવસે પણ ભેજરાજા સમગ્ર સિન્ય એકઠું થવા માટે ત્યાંજ રહ્યો. પ્રાત:કાળે છત્રીશ રાજકુળીના સમૂહ સહિત ભેજરાજાએ સભામાં બેસીને ભંભા ૧, મૃદંગ ૨, મદલ ૩, ઝાલર, કાંસી ૫, કાહલ , હુડક ૭, ત્રિવળી ૮, વીણું , વાંસળી ૧૦, શંખ ૧૧ અને પણ ૧૨ એ બાર પ્રકારના વાજિંત્રો વગડાવ્યાં. તે વાજિત્રો વાગી રહ્યા પછી ગાડ દેશથી એક નાટકનું પેડું આવ્યું હતું તેણે ભેજરાજાની આજ્ઞાથી બાળગોપાળને આરંભી સર્વ જનને વિનોદ કરનાર અને સમગ્ર રસને ઉલ્લાસ કરનાર રાજવિડંબન નામનું નાટક પ્રારંવ્યું. તેમાં તે વખતના જે જે રાજાએ યુદ્ધાદિકમાં પરાજય વિગેરે વિડંબના પામ્યા હતા, તેમનાં નાટક ભજવવા માંડ્યા. તે વખતે સમગ્ર લેકે તત્કાળ વાયુથી ચાલતી કેમળ મંજરીની જેવા ચંચળ મનને નિશ્ચળ કરી મિત્રોની સાથે પણ સૂક્તિના મહુર આલાપને નિષેધ કરી (વાત કરવી બંધ કરી) તે નાટક કરનારના જ મુખ સામું જોવામાં રસિક થઈ ગયા. ઘણું શું કહેવું ? સમગ્ર સભા જાણે પ્રતિબિંબિત હેય અથવા જાણે ચિત્રમાં આળેખેલી હોય તેમ સ્થિર થઈ ગઈ. તેવામાં તે નાટકકારેએ કર્ણાટક દેશના તૈલપદેવ રાજાનું નાટક કરવા માંડ્યું. તેમાં છત્રીશ પ્રકારના દંડાયુધને શ્રમ કરવામાં કુશળ મુંજરાજાની પાસે યુદ્ધમાંથી નાસી જતો અને સર્વ શસ્ત્રનો ત્યાગ કરી મુખમાં તૃણ લેત તલપદેવ મુંજને નમે છે એવો દેખાવ કર્યો. તે જોઈ હસીને ભેજરાજાએ ડામરને કહ્યું કે –“હે ડામર ! તે પ્રથમ જે કર્ણાટકપતિને જે હતું તેજ આ છે કે નહીં? તે સાંભળી અવસર પામી ડામર બે કે-“હે રાજન ! ખરેખર તે જ આ કર્ણાટક દેશને રાજા છે. માત્ર તેના હાથમાં એક મુંજરાજાનું મસ્તક નથી, તે સિવાયની બધી નિશાનીઓ મળતી આવે છે.”
તે સાંભળી ભેજરાજાને પોતાના કાકા મુજને વધ સ્મરણમાં આવ્યો અને તેણે સમગ્ર રાજાઓના મુખ સામું જોયું. ત્યારે તેઓ પ્રણામ કરીને બોલ્યા કે-“હે સોમનાથ ! એ સત્ય જ છે. તે પાપી તૈલપદે તેજ પ્રમાણે મુંજરાજની વિડંબના કરી છે, તેને ચંડાળ પાસે મરાવી તેનું મસ્તક હજુ સુધી તેની સભામાં થાંભલે લટકાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org