________________
( ૬ )
ભાજપ્રબંધ ભાષાંતર.
નારા પામે છે. કહ્યું છે કે સુપાત્રને દાન આપવાથી તે ધર્મનું કારણ અને છે, બીજાને આપવાથી દયાને જણાવનારૂ થાય છે, મિત્રને આપવાથી પ્રીતિમાં વૃદ્ધિ થાય છે, શત્રુને આપવાથી તે વેરના નાગ કરવામાં સમર્થ થાય છે, ભૃત્યને આપવાથી ભક્તિના સમૂહને વિસ્તારે છે, રાજાને આપવાથી સન્માન આપનાર થાય છે, અને ભાટ ચારણ વિગેરેને આપવાથી તે દાન યા કરનારૂ થાય છે. અહા ! દાન કોઇ પણ ઠેકાણે નિષ્ફળ થતું નથી.
""
તે સાંભળી ભેાજરાજાએ ત્રણ લાખ રૂપિયા અને ખસા ધાડા આપી ડામરને જ ભીમરાજા પાસે મેકલ્યા. તે કેટલેક દિવસે પાટ માં આવ્યા. ભીમરાજાએ તેને પ્રવેશ મહેાત્સવ કરાબ્યા. પછી ડામરે ભાજરાજે આપેલા ત્રણ લક્ષ રૂપિયા અને મસા જાતિવ’ત અર્ધો ભીમરાજાને આપી તેને નમસ્કાર કર્યાં. તે જોઇ આશ્ચય પામેલા રાજાએ તેને સર્વ વૃત્તાંત પૂછ્યું. ત્યારે તે બાલ્યા કે “ હું રાજા ! અનેક રીતે ભેાજરાજાને રજિત કર્યા, સૈન્યને કર્ણાટક તરફ વાળ્યું અને દંડ પણ આણ્યા. વળી “ તું જે કહીશ તે હું કરીશ.” એવું મોટું વરદાન તેણે મને આપ્યું છે, તે તે મેં તે રાજાની પાસે થાપણ કરીને રાખ્યું છે, તા હે રિપુની લક્ષ્મીના વૈકુંઠ ( સ્વામી )! જો તમારી આજ્ઞા હેાય તે હજી પણ ઉગ્ર ક્રોધવાળા તે ભેાજરાજાને તમારા પાપીઠ ઉપર આળેટાવુ.' તે સાંભળી ભીમરાજાએ હુ પામી વિચાર કર્યાં કે—“ આ દુત અહીંથી જતી વખતે વિરૂદ્ધ વચન બાલ્યા હતા, પરંતુ દૂઝણી ગાયની ધાતુ પણ સારી ગણાય છે, તેમ આણે જે આ ઉપકાર કર્યાં છે તે કલ્પાંતે પણ કાઈ કરી શકે તેમ નથી. કહ્યું છે કે—“ પંડિત શત્રુ સારો પણ મૂર્ખ મિત્ર સારા નહીં. મૂર્ખ વાનર મિત્ર હતા તે તે રાજાને હણવા તૈયાર થયા, અને પંડિત શત્રુ ચાર હતા તે તેણે તેમાંથી રક્ષણ કર્યું આ પ્રમાણે વિચારી ભીમરાજાએ તેને માટી પહેરામણી આપી તથા ભેાજરાજાએ આપેલા દ્રવ્યમાંથી લક્ષ દ્રવ્ય આપી તેને તેના ઘેર માકલ્યા.
7)
અહીં શ્રીભેાજરાજા પણ છ માસને અંતે એક લાખ ઘેાડા, એક કોટિ દ્રવ્ય અને મુ જરાજનુ મસ્તક તેલપદેવ પાસેથી દંડમાં લ તેને વશ કરી તથા દર વરસે અમુક દડ દેવાની શરત કરી પેાતાના દેશ તરફ પાછા વળ્યા. અનુક્રમે પોતાની નગરીથી પાંચ યાજન દૂર રહ્યો ત્યારે નગરીમાં તળારક્ષની આજ્ઞા પ્રવર્તી કે—“ આપણા ભેાજ મહારાજા રિપુના જય કરીને આવ્યા છે, તેથી કળાના મુખથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org