________________
દ્વિતીય આધકાર.
(૬૭) ઝરતા ચંદન મિશ્રિત જળના છંટકાવ રાજમાર્ગમાં કરે. ફરકતી ધ્વજાવાળા સ્તર ખેડી તેને પુષ્પની માળાના તોરણો બાંધો, નગરીના દરેક ઘરમાં પૂર્ણ કુંભ સ્થાપન કરે અને આંગણુમાં ધાન્યમિશ્રિત સરસવના સાથીયા પૂરે.” ત્યારપછી વિવિધ પ્રકારની વજાવડે સુશોભિત, ઘેર ઘેર દ્વારને વિષે બાંધેલા મોટા તોરણ વડે મનેહર, ચંદનના જળ સિંચવાથી સુગંધી તથા પુની માળા અને આભરવડે જેના માર્ગો સુગંધવાળા થયા હતા તેવી નગરીમાં ઇંદ્રની જેવી ઋદ્ધિવાળાજરાજાએ પ્રવેશ કર્યો. તે વખતે સૈન્યના હાથીએ અને અશ્વોને સર્વ અંગે શણગાર્યા હતા, નિ:સ્વાન વિગેરે વાજિત્રના નાદથી આકાશ અને પૃથ્વીને મધ્ય ભાગ પૂર્ણ થયે હતે આગળ ભાટ ચારણે રિપુરાજ તારામૃગાંકી, વિધિ લિખ્યા અક્ષર મીટણહાર !, શરણાગત વજી પંજર !, રાયશૃંગારહાર! અને પ્રતાપલંકેશ્વર ! વિગેરે અનેક બિરૂદો બોલતા હતા. એવી ધામધુમથી ભેજરાજાએ ધારાનગરીમાં પ્રવેશ કર્યો અને આનંદથી રહેવા લાગ્યા.
ઈતિ ડામર પ્રબંધ.
સજાને રંજન કરનાર ભેજરાજ રાજ્યનું પાલન કરતા એકદા તક જોવાની ઈચ્છા થવાથી રાત્રીએ નગરચર્યામાં નીકળ્યા. તે વખતે એક જ ધરના ચેત્યમાં કેઇ દિગંબર દુહો બેલત હતો, તે રાજાએ સાંભળ્યો. તે દુહો આ પ્રમાણે હત– " तिक्खा तुरीय न वाहिया, भडसिरि खग्ग न भग्गु ।
एहु जम्म न गहगहिउ, गउरी कंठि न वि लग्गु ॥१॥"
તે સાંભળી રાજાએ પિતાના મહેલમાં આવી પ્રાત:કાળે તેને બોલાવી રાત્રે તે જે દુહ બોલતો હતે તે નિશાની આપી ખાનગી રીતે તે વૃત્તાંત પૂછયું. ત્યારે તે બે કે –“હે દેવ ! દીવાળીના દિવસે આવશે અને હાથીને મદ ઝરવા માંડશે, ત્યારે હું ગડદેશ સહિત દક્ષિણ દેશને એકછત્ર કરીશ.” તે સાંભળી તેના પુરૂષાર્થના
૧ શત્રુરાજારૂપી તારાઓમાં ચંદ્ર સમાન. ૨ વિધાતાના લખેલા અક્ષ રને ખોટા કરનાર. ૩ શરણાગતનું વજના પંજર જેવું રક્ષણ કરનાર. ૪ અનેક રાજાઓમાં શંગારના હાર સમાન–શભનિક. ૫ પ્રતાપવડે લંકાપતિ લાવણ જેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org