________________
દ્વિતીય અધિકાર. તેમ શોભતું હતું તથા વિજયલક્ષ્મીને કીડા કરવાને જાણે મંડપ હોય તેવું તે વિશાળ હતું. વળી તે વખતે રત્નજડિત દંડવાળા અને જાણે ચંદ્રના કિરણે વડે રચ્યા હોય તેવા ઉજ્વળ ચામર સૂર્યના આ વતા કિરણેને દૂર કરવા માટે હોય તેમ ભોજરાજાને વીઝાવા લાગ્યા.
એ રીતે જાણે બ્રહ્માંડમાંથી બ્રહ્મા નીકળ્યા હોય તેમ તે ભેજરાજા પિતાના મહેલમાંથી નીકળે.
આ પ્રયાણને અવસરે એક માગધ બે કે- હે ભેજરાજા! તમારા આ સૈન્યના તંત્રથી જ તૈયારીથીજ ભય પામીને ચેડ દેશનો રાજા સમુદ્રમાં પેસી ગયે, અંધ્રદેશના રાજા પર્વતની ગુફામાં વસવા ગયો, કર્ણાટક દેશને રાજા માથે મુગટ ધારણ કરતો નથી, ગુજર દેશનો રાજા નિઝરણાંને સેવે છે, સર્વ રાજાઓમાં સુભટ જે ચેદિ દેશને રાજા શસ્ત્રો સહિત છુપાઈ ગયો છે અને કાન્યકજ્જનો રાજા કજ થઈ ગયો છે. એ રીતે સવ રાજાઓ વ્યાકુળ થઈ ગયા છે. તે સાંભળી ભોજરાજાએ તેને લાખ રૂપિયા ઇનામ આવ્યું. ત્યારપછી હજારે વાત્રના નાદ સાંભળી બખ્તર પહેરી તૈયાર થઈ પોતપોતાના હાથી ઘોડા વિગેરે વાહનપર આરૂઢ થઈ રાજાએ, ક્ષત્રિયો અને માંડળિક વિગેરે એકત્ર થઈ ગયા, તે સવથી પરવરેલે ભેજરાજ જાણે અમૃતમય (ચંદ્ર) હેય તેમ નગરના નરનારી જનનાં નેત્રોથી પાન કરાતો આગળ ચાલ્યો. તેની આગળ ચાલનારા, સુવર્ણની છડીએ ધારણ કરનારા સૂર્યના કિરણે જેવા હજારો છડીદારે ચાતરફથી ગીરદી કરતા જનસમૂહને આઘે ખસેડતા હતા અને સહસ્ત્રાર્જુને પિતાના હજાર હાથવડે રોકીને મૂકી દીધેલે જાણે નર્મદા નદીને પ્રવાહ હોય તેમ ભેજરાજાનું સિન્ય હજારો માગે જુદું જુદું પ્રસરતું હતું. તે સૈન્યમાં ચાંદસ છોતેર બખ્તરવાળા હાથીઓ અને દશ લાખ પાખરેલા (પલાણ નાંખેલા ) અવે હતા. આ રીતે નગરની બહાર નીકળી પાંચ જન પ્રયાણ કર્યું: અને ત્યાં વિવિધ પ્રકારના વણવડે સંધ્યાકાળનાં વાદળાં જેવા દેખાતા તંબુઓ તરફ નાંખ્યા હતા તેમાં નિવાસ કર્યો. પ્રાયે કરીને તે સૈન્યમાં દરેક અસ્વાર એક દાસી, બે દાસ અને એક ખચર પોતાની સાથે રાખતા હતાં. કહ્યું છે કે-“ખચ્ચર, પટકુટી ( તંબુ),વધ્યા દાસી, દાતાર રાજા અને કપટ રહિત દાસનું યુગલ આ પાંચ વસ્તુઓ સૈન્યમાં સુખદાયક છે.”
આ પ્રમાણે ભેજરાજા સિન્યસહિત નીકળે છે એવા ખબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org