________________
અધિકાર ૨ જો.
( ૫૩ ) તે અગ્નિના સંબધથીજ થાય છે, વળી હું અસાધારણ સાહસિક ! આ રાજાએ ભલે કાપ કર્યાં, પરંતુ રણસંગ્રામમાં રિસક અને પગલે પગલે ઉપકાર કરનાર એવા તમને તે ભારત નહીં. કદાચ અમુક ધન દંડ તરીકે લેત, અને જો કદાચ કાંઈક ધન તમારી પાસેથી લીધું હત તેા અેનના ફુલ અેનનેજ ચડ્યા જેવું હતું. તે માત્ર દૃંડનાજ ભયથી આટલી માટી દંડનાયકની પઢવીના ત્યાગ કરવા તે આપને ચિત નથી. શું મૃગલા ખાઇ જશે એમ ધારી ખેતી ન કરવી ? કે અજીણ થશે એમ ધારી ભેાજનને ત્યાગ કરવા ? કદાચ નાસી જવાથી બીજે ઠેકાણે માન‚ મહુત્તા અને એધય વિગેરે અધિક મળતું હોય તા તેમ કરવું પણ ઠીક છે. પરંતુ જેનાથી અનગળ લક્ષ્મી, મહત્ત્વ અને આધિપત્ય પ્રાપ્ત થયું હોય એવા પેાતાના સ્વામીના ત્યાગ કરી જે બીજાના આશ્રય કરે તેનુ કદાપિ કુશળ થતું નથી. કહ્યું છે કે- જે માણસ જ્યાં રહીને ઉદય પામ્યા હોય તે પૂર્વ ભભૂતના ત્યાગ કરી બીજાના આશ્રય કરે છે તે તે માણસ સૂર્યની જેમ અસ્ત પામે છે. ” માટે બીજો કાંઇ પણ વિચાર કર્યાં વિના તમે ત્યાં પાછા ચાલેા. તમને ભીમરાજાએ પ્રથમ પાંચમા અવા આપ્યા છે, અને અત્યારે બીજા પાંચસો અન્ધો, મત્રીશ ગામ અને દંડનાયકનું સ્થાન આપે છે. તમને એલાવવા માટેજ મને મોકલ્યા છે. વળી કદાચ પુત્ર કુપુત્ર થાય છે પણ માનિતા કુમાતિપતા થતા નથી. માટે તમારે ત્યાં આવવાથીજ લાભ છે. નીતિમાં કહ્યું છે કે-“સ્વામીથી હણાયેલાને સ્વામીની આરાધનાથીજ પાક્કું સુખ થાય છે, જેને માતાથી વિપ્રિય પ્રાપ્ત થયું હોય તેને માતા જ જીવિતવ્યનુ કારણ થાય છે. ”
આ પ્રમાણેનાં મંત્રીનાં વચના સાંભળી વિમળે વિચાયુ` કે— “હું જાઉં કે ન જાઉં"? જો કદાચ જઇશ તા પણ પ્રથમની જેવી મારી સાથે રાજાની અંતરંગ પ્રીતિ તા નહીંજ થાય; કારણ કે એકવાર જુદાં પડેલાં ચિત્તને સ્ફટિકના વલયની જેમ સાંધવા કોણ સમ છે ? કહ્યું છે કે —તુટેલુ સાંધવાથી વચ્ચે ગાંઠ પડે છે અથવા તે તેનું પ્રમાણ આછું થઈ જાય છે-લબાઇ ઘટે છે, અને વળી પૂની જેવી શાભાને પામતું નથી, તેજ રીતે તુટેલા સાંધવામાં પણ સમજવું ” અને પ્રથમની જેવી પ્રીતિ ન હાય તા ફરીથી પણ તે રાજાને વિકાર પામતાં વાર લાગશે નિહુ.
પ્રેમ
૧ પહેલાંના રાજા. તથા પૂ દેશને પત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org