________________
(૪૮)
ભેજપ્રબંધ ભાષાંતર. છેતે કેઈક ગારૂડિકને જ પ્રભાવ છે એમ સ્પષ્ટ જણાય છે. વળી કહ્યું છે કે “જે પથ્થરો પોતે ડૂબે છે અને આશ્રિત થયેલા બીજાએને પણ ડૂબાડે છે તે પથ્થર મેટા દુસ્તર સમુદ્રમાં તરે અને પિતાને આશ્રિત વાનેરાઓને પણ તારે, તે ગુણ પથ્થરને, વાનરને કે સમુદ્રને નથી; પરંતુ તે તે શ્રીમાન રામચંદ્રના પ્રતાપનો મહિમા વિકાસ પામે છે.”
તે સાંભળી વિમળ બે કે–“હે પુરોહિત ! તું ચાર વેદ ભણ્યા છતાં પણ મૂખજ રહ્યો લાગે છે, કારણ કે એ તો સર્વ પૂર્વના આચરેલા પુણ્યસમૂહનોજ વિલાસ છે. કહ્યું છે કે વિશ્વને વખાણવા લાયક ઉત્તમ કુળ, નિરોગી શરીર, નિર્મળ જાતિ મનહર રૂપ, સારું ભાગ્ય, સુંદર ભાર્યો,ભેગમાં આવે તેવી લક્ષ્મી, દીર્ઘ આયુષ્ય, યુવાવસ્થા, અતુચ્છ બળ, અનુપમ સ્થાન તથા બીજું જે કાંઈ પ્રાણીએને કલ્યાણકારક પ્રાપ્ત થાય છે તે સર્વ ધર્મના આરાધનથી જ પ્રાપ્ત થાય છે. જેમ નદીમાં પૂર આવેલું જોઈ પર્વત ઉપર વૃષ્ટિ થયાનું અનુમાન કરાય છે, તેમ ડાહ્યા પુરૂષે ધમને નહિ જોયા છતાં શુભના ઉદયથી તેનું અનુમાન કરી લે છે.” વળી ચિરકાળ સુધી સેવા કરીને સ્વામીને પ્રસન્ન કર્યો હોય તે પણ જે તેનું પુણ્ય ન હોય તે તેને તે કાંઈ પણ આપવા સમર્થ નથી. કહ્યું છે કે –“સ્વામી ચિરકાળ સેવ્યા છતાં પણ પુણ્ય વિના પ્રસન્ન થતું નથી. જુઓ! અરૂણ જન્મથીજ સૂથના ભક્ત છતાં પણ હજુ સુધી તે ચરણરહિત જ રહેલો દેખાય છે.”
તે સાંભળી પુરોહિતે વિચાર કર્યો કે–“આ વિમળને હમેશાં રાજા પ્રત્યક્ષ રીતે દાન, માન વિગેરેવડે અત્યંત ઉપકાર કરે છે તેને પણ એ કબુલ કરતું નથી, તો આવા પુરૂષને ધિક્કાર છે. કેઈ કવિએ અન્યોક્તિથી કહ્યું છે કે “હે વામન ! વાયુએ આણેલું ઉચા વૃક્ષનું ફળ પામીને તું તૃપ્ત થયે તે યોગ્ય છે, પરંતુ મારી શક્તિથી મેં ફળ મેળવ્યું એમ ધારી જે તું ગર્વ કરે છે, તે તારે ગર્વ હાંસીનું સ્થાન છે. અથવા તો આને આદેાષ નથી. કળિયુગમાં એવા જ માણસ ઉત્પન્ન થાય છે. શું છે –“ પ્રથમના લાકે કૃતજ્ઞ એટલે કરેલા ગુણને જાણનારા હતા, પણ હાલના લોકો તે કરેલા ગુણને હણનાર છે. તેથી મારા મનમાં વિકલપ થાય છે કે અત્યારની દુનિયા શી રીતે ચાલશે?” એમ વિચારી મનમાં ખેદ પામતે પુરહિત ઉઠીને ચાલતો થ.
એકદા પુરોહિતે એકાંતમાં ભીમરાજાને કહ્યું કે –“હે રાજેદ્ર! પિતાની જાતિના અનેક ક્ષત્રિયો વિગેરે છતાં પણ તેમને ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org