________________
(૨૨)
ભોજપ્રબંધ ભાષાંતર કરવાથી જે લક્ષ્મી પ્રાપ્ત થાય તે શું લક્ષ્મી કહેવાય? દાન દેવાથી ધનને જે વ્યય થાય તે શું વ્યય કહેવાય ? અને પોષકારથી જે કલેશ થાય તે શું કલેશ કહેવાય ?”
દાસીએ આ પ્રમાણે સમશ્યા પૂરી–(બે પદ માટે બે જુદા જુદા દુહા બનાવીને મોકલ્યા.)
राजा मग्गइ प्रेमरस, बालक मग्गइ क्षीर ।। खंचाखंची करंतडां, इणी परि फट्टउं चीर ।। ५ ।। काण वि विरहि करालीई, उड्डाविउ वराउ । सही अवंसुअ दिट्ट मई, कंठि विल्लुल्लइ काउ ॥ ६॥
રાજા પ્રેમરસને માગે છે અને બાળક ખીર-દૂધ માગે છે, તેમાં ખેંચાખેંચ કરતાં ચીર ફાટી ગયું. કેઈક વિરહિણુ સ્ત્રીએ મળેલા પ્રિય-રાંકડાને ઉડાવ્યો. તેની અવજ્ઞા કરી અને પછી પાછી રેવા બેઠી કે હવે કોને ગળે વળગું ? પ-૬.
આ પ્રમાણે તેમની સમશ્યાપૂર્તિ જેઈને રાજા બહ ખુશી થયો. ભોજરાજાએ પ્રથમ તેમની પુત્રીને બાળિકા ધારી બેલાવી નહોતી, તેથી તે બાલિકાએ રાત્રે રાજાને પ્રતિહાર દ્વારા પિતાને મળવાનો અભિપ્રાય જણાવ્યો, ત્યારે રાજાએ તેને બોલાવી. ચંદ્રશાળા (અગાશી) માં આવેલી તેને જોઈ રાજાએ તેને કાંઈ પણ બોલવાનું કહ્યું. તે વખતે રાજાના મસ્તક પર છત્ર ધારણ કરેલું હતું, તે જોઈને તે એક શ્લોક બોલી, જેને અર્થ નીચે પ્રમાણે છે –
હે મુંજરાજના કુળદીપક! અને સમગ્ર રાજાઓના મુગટ સમાન ભેજરાજા ! તમારૂં મુખ જોઈને આ ચંદ્ર લજ્જાવડે વિલ ન થાઓ, તથા પૂજ્ય સતી અરૂંધતી દુ:શીળનું ભાજન ન થાઓ એટલા માટે રાત્રિએ પણ તમારૂ છત્રવડે જે આછાદન થાય છે તે યુક્ત છે. તે સાંભળી રંજિત થયેલા રાજાએ તે કન્યાનું પાણિગ્રહણ કરી તેને ભેગવાળાં બનાવી. પછી સમશ્યાપૂર્તિથી રજિત થયેલા રાજાએ તે પાંચને પિતાની પાસે બોલાવ્યા, તેઓ આવીને રાજાને મળ્યા. હવે તેઓને રહેવા માટે ઘર જોઈએ; પરંતુ એક પણ નવું ઘર બનાવી શકાય તેટલી ખાલી જમીન ધારાનગરીમાં નહોતી, તેમજ મનુના વિવિધ પ્રકારના ઘરેવડે અત્યંત ભરેલી હેવા સાથે તેમાંનું કે ઘર પણ ખાલી નહેાતું; તેથી રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org