________________
દ્વિતીય અધિકારી
(૩૫) દેશોના પંડિતને છતી ધારાનગરીમાં ભેજરાજાની સભામાં વાદીએને જીતવા માટે આવ્યા. તે ચારે પિતતાની વિદ્યાનો વાદ કરતા હતા, તેમના ગર્વને ભોજરાજાના પંડિતોએ તત્કાળ ખંડિત કર્યા એટલે તેઓ મૌનપણાને પામ્યા. તે વખતે ભેજરાજા પોતાની સભાના પંડિતેની પંડિતાઈથી અત્યંત ગર્વ કરતે હષથી આ પ્રમાણે બોલ્યો કે- ઇંદ્રની સભાને પણ પરાજય કરવામાં સમર્થ મારે વિદ્વાનોની સભા જેવી બીજા કે રાજાની સભા નથી.” તે સાંભળી કે કાર્ય પ્રસંગે ત્યાં આવેલા એક ડામર નામને મંત્રી છે કે “ હે રાજન ! શા માટે વૃથા ગવ કરો છે? અમારા પાટણના વિદ્વાને તે શું ? પણ શીંગડા વિનાના પશુઓ પણ કીડામાત્રમાં તમારી સભાનો ગર્વ ઉતારે તેવા છે” તે સાંભળી ભેજરાજાએ કહ્યું-“હે ડામર ! તેમને તું શીઘ અહીં લાવ.”
પછી ડામર પાટણ ગયો. ત્યાં ભોંયરામાં રહીને તક વિગેરે એક એક શાસ્ત્રનો પાર પામેલા ચાર કુમારે કે જે લોકવ્યવહારથી સવથા અજ્ઞાત હતા, તેમને ગાડામાં બેસાડીને તે ડામર ધારાનગરીની પાસેના ગામ સુધી લાવ્યો. પછી તેણે તેને કહ્યું કે તમારે અહીં ભેજન કરીને સાંજે ધારાનગરીમાં આવવું.” એમ કહીને ડામર આ વૃત્તાંત જણાવવા માટે ભેજરાજા પાસે ગયે. પછી તે ચારે વિદ્વાનોએ વિચાર કરી એક એક કામ વહેંચી લીધું. તેમાં વ્યાકરણના પંડિતે ખીચડી રાંધવાનું કામ દીધું, તર્કશાસ્ત્રના પંડિતે ઘી લાવવાનું, એ બળદ ચારવાનું અને વઘે શાક લાવવાનું કામ માથે લીધું. પછી ખીચડી રાંધતા તે હાંડલીમાં ખદખદ શબ્દ સાંભળી « આ અપરાન્ડ છે, વ્યાકરણ શાસ્ત્રમાં કઈ ઠેકાણે આ શબ્દ સિદ્ધ થતો નથી” એમ વિચારી તેણે હાંડલી ફાડી નાંખી. તર્કશાસ્ત્રના પંડિતે ભોજન માટે ઘી લઇને પાછા આવતાં માર્ગમાં વિચાર કર્યો કે “આ ઘીને આધારે પાત્ર છે ? કે પાત્રને આધારે ઘી છે? આ તકને નિર્ણય કરવા માટે તેણે ઘીનું પાત્ર ઉંધું કર્યું, એટલે સવ ઘી દોળાઈ ગયું. બળદ ચારતો દેવજ્ઞ (જોશી) સુઈ ગયો, એટલે બળદે ચરતા ચરતા દૂર જતા રહ્યા, પછી જાગૃત થયેલા તેણે બળદ નહીં જોવાથી લગ્ન કર્યું. તે પરથી “ ગયેલા બળદ પાછા આવશે નહીં એ નિર્ણય કર્યો. અને ચોથા વધે સર્વ શાક વાત, પિત્ત, કફ વિગેરે વ્યાધિ કરનારા જાણી ત્રણે દોષને હણનાર લીંબડે છે એમ જાણી તેનું શાક આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org