________________
દ્વિતીય અધિકાર
(૩૯) "हेलानिदलियमहेभकुंभ पयडिअपयावपसरस्स। सीहस्स मण्ण समं न विग्गहो नेव संधरणं ॥ १ ॥"
જેણે કીડામાત્રવડેજ મોટી હસ્તીઓના કુંભસ્થળે દળી નાંખીને પોતાના પ્રતાપનો વિસ્તાર પ્રગટ કર્યો છે, એવા સિંહને મૃગલા સાથે યુદ્ધ હોય નહીં, તેમજ તેને પકડે તે પણ હોય નહીં.”
આ ગાથા વાંચી ભીમરાજ મનમાં ખેદ પામ્યા. તેથી જે કોઈ આ ગાથાથી ચડિયાતી અને સામે ઉત્તર ન મળી શકે તેવી ગાથા કરી આપશે તેને રાજા લાખ રૂપિયા ઈનામ આપશે, એવી આઘોષણાપૂર્વક પડહ વગડાવ્યો એટલે પ્રાત:કાળે બ્રાહ્મણ વિગેરે વિવિધ જાતિના વિદ્વાનેએ એક એક ગાથા કરીને રાજાને બતાવી. ક્ષણવારમાં સાત ગાથાઓ ભેગી થઈ પરંતુ એક ગાથા રાજાને રૂચી નહીં. પછી શ્રી નરેંદ્ર ગ૭માં ક્ષીરસાગર જેવા શ્રી ગોવિંદાચાર્ય એક ગાથા કરીને બતાવી. તે આ પ્રમાણે "अंधसुयाण कालो, भीमो पुहवीइ निम्मित्रो विहिणा । जेण सयं पि न गणियं, का गणणा तुज्झ इक्कस्स ॥१॥"
અંધકના પુત્રોના કાળરૂપ ભીમરાજા એકજ પૃથ્વી પર વિધાતાએ બનાવ્યો છે, કે જેણે તે અંધકના સો પુત્રોને પણ ગણ્યા નથી, તે તારા એકલાની તો શી ગણતરી છે ?
આ ગાથા ભીમરાજાને પસંદ પડી. કહ્યું છે કે- કપાળે કપાળે જુદી જુદી મતિ હોય છે, કેડે કુડે નવું નવું પાણી હોય છે, મુખ મુખને વિષે નવી નવી વાણું હોય છે અને દેરા દેશમાં નવી નવી સ્થિતિ, રીતરીવાજ) હોય છે.” પછી રાજા આચાર્યને લાખ રૂપિયા આપવા લાગ્યો, ત્યારે આચાર્ય બાલ્યા કે-“હે રાજન ! અમારે ધનને શું કરવું ? કારણકે અમારે તે પૃથ્વી જ શ્રેષ્ઠ શાવ્યા છે, ભુજાજ અમારૂં
શકે છે, આકાશજ ઉલ્લીચ છે અનુકૂળ વાયુ વીંઝણો છે તથા ચંદ્રજ દેદીપ્યમાન દીવે છે, આ રીતે વિરતિરૂપી સ્ત્રીના સંગથી હર્ષ પામેલા શાંત મુનિ મેટા વૈભવવાળા રાજાની જેમ સુખે સુવે છે.” તે સાંભળી રાજા પ્રીતિદાનને વિષે પણ તે આચાર્યની નિ:પૃહતા જોઈ જેટલા વિસ્મય પામે, તેટલે તેમની વિદ્વત્તાવડે આશ્ચર્ય પામ્યો નહીં. પછી વિશેષ પ્રસન્ન થયેલા રાજાએ તે આચાર્યના મસ્તકપર મેઘના આડંબરવાળું છત્ર ધારણ કરાવી, મનહર ચામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org