________________
(૩૮)
ભોજપ્રબંધ ભષાંતર. ત્યાંથી પાછા ફર્યોકારણકે ચતુર પુરૂષો માત્ર વાનકીથી જ સમગ્ર વસ્તુની પરીક્ષા કરી લે છે. ચુલા ઉપર મૂકેલા પાત્રમાંથી એક જ દાણ દબાવવાથી અન્ન ચડી ગયું છે કે નહીં ? તે જણાઈ આવે છે. જે નગરમાં પણિયારીઓ પણ આવી ચતુર છે ત્યાં બીજા લેકેનું તે શું કહેવું ? એમ જાણું ભેજરાજા વનમાં ગયો. તેવામાં તે સ્ત્રીઓને વિચાર થયે કે-“આ સવા લાખનું દાન કરનાર ભેજરાજા જ હોવો જોઈએ. માટે આપણે તેની પાસે જઈને પૂછીએ.” એમ વિચારી તે ચારે પાણિયારીઓ શીધ્ર આવીને ભોજરાજાને મળી, અને કહ્યું કે- “હે ભાઈ! ખરેખર તમે જરાજા જણાઓ છે.” રાજાએ કહ્યું-“તમે શી રીતે જાણું ?” તેઓ બોલી-બકરડ અને સેવા કરેડનું દાન કરનાર વિકમરાજા પ્રથમ થઇ ગયે, અને હમણાં પૃથ્વી પર વિદ્વાનને લાખ અને સવા લાખનું દાન કરનાર એક ભેજરાજા જ છે. નદીનું પૂર જોવાથી જેમ પર્વત પર વૃષ્ટિ થયાનું અનુમાન થાય છે, તેમ તમારૂ દાન જોઈ તમે ભેજરાજા જ છે એવું અનુમાન થાય છે.” તે સાંભળી રાજાએ તેમનું ધારવું સત્ય છે એમ કહ્યું. પછી રાજા તત્કાળ વાયુવેગી અવડે પાછે ધારાનગરી તરફ ચાલ્યો.
પિલી સ્ત્રીઓએ ઘેર જઈ પોતાના સાસરા વિગેરેને મુદ્રિકા દેખાડી સર્વ વૃત્તાંત કહ્યું. તેઓએ ભીમરાજા પાસે જઈ વાત કરી. ભીમ પણ પૂર્વના વેરને લીધે સિન્ય તૈયાર કરી તેને પકડવા માટે તેની પાછળ કેટલાક જોજન સુધી દાડ્યો; પરંતુ તેને તે મળી શકશે નહીં. તેથી તે પાછો ફર્યો અને અનેક પ્રકારની લક્ષ્મીવાળું તે પાટણનગર ગ્રહણ કરવાને ઇચ્છતો ભેજરાજા પણ ધારાનગરીમાં આવ્યું.
ઇતિ ચાર પણિયારીનું વૃત્તાંત,
પાટણથી આવ્યા પછી પ્રકાર, પરિખા અને આરામ વિગેરેથી વીંટાયેલા પાટણનું જ શ્રીબીજને માંત્રિકની જેમ ભોજરાજા એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા લાગ્યો. એકદા તે નગર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રથમ વૈર પ્રગટ કરવા માટે ભોજરાજાએ પોતાના દૂત સાથે એક ગાથા ભીમરાજાને મોકલી. તે આ પ્રમાણેની હતી:– ૧ ગઢ. ૨ ખાઈ. ૩ બગીચા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org