________________
અધિકાર ૨ જે.
( ૧ ) પ્રિયા હતી, તે આજ તારા મનહર યુદ્ધની વાત જાણું, તેથી હું શ્રેષ્ઠ વીરની માતા થઈ છું. * એ પ્રમાણે કહી તે માતાઓએ કંકુનું તિલક અને તે પર ચેખા ચડી આશીર્વાદ આપે. એ રીતે સર્વે દ્ધાઓ પોતપોતાની માતાની આશીષ લઈને ચાલ્યા. - તેમાં યોદ્ધાઓ કેટલાક ગંગાજળની જેવા ઉજવળ, કેટલાક લીલાવ વાળા, કેટલાક શ્યામ રંગના, એમ અનેક વર્ણવાળા હતા. તથા કિહાડ દેશના ખુરાસાણ દેશના, સિંહલદેશના, સિંધુ દેશના, કલહથ દેશના, કાશ્મીર દેશના, કેકણ દેશના, ટૂંકાક દેશના કિવ દેશના પિહુલ દેશના વિગેરે અનેક દેશના સાહસને ધારણ કરનારા વીર પુરૂષ હતા.
એ પ્રમાણે નિસ્વાન, જાંગિક, હેલ, સુરંગ, ભેરી, કાહલ, દુડદ વિગેરે અનેક વાજિત્રાના નાદવડે દિશાઓને બધિર કરતી ચતુરંગ સેના તત્કાળ ચાલી. તેનું સન્ય ચાલવાથી શેષનાગ સદાવા લાગે, કુર્મરાજ સંકોચ પામ્યો, પૃથ્વીતળ ડુબવા માંડ્યું, સમુદ્રો ક્ષોભ પામ્યા, પર્વત પડવા લાગ્યા, દિગ્ગજ આકંદ કરવા લાગ્યા. ધૂળ ઉડવાથી આકાશતળ પૂરાઈ ગયું દિશા બખ્તરવાળી થઈ અને સૂય રૂપાઈ ગયો. એ રીતે ત્રણ લેક આકુળવ્યાકુળ થઈ ગયા. અનુક્રમે તે સૈન્ય ગુજરાત દેશની સમીપે પહોંચ્યું.
ત્યાં પહોંચ્યા પછી ભેજરાજાએ વિચાર કર્યો કે—“જે ગોળથી મરે તેને વિષ શા માટે આપવું જોઈએ ? તેથી જે ભીમરાજ માગેલ નગર આપે તે પછી તેના પ્રાણ લેવાથી શું ફળ છે? કહ્યું છે કે–પપાએ કરીને પણ યુદ્ધ ન કરવું તે તીક્ષ્ય બાણવડ ન કરવું તેમાં શું કહેવું ? કેમકે યુદ્ધ કરવામાં વિજયને સંદેહ છે અને મુખ્ય મા
સેનો ક્ષય થાય છે.” એમ વિચારીને તેણે દૂત મોકલ્યો. તે દત ભીમરાજાની સભામાં ગયે. રાજાએ તેને સ્વાગતાદિક પૂછયું. પછી તે રાજાને કહ્યું કે હે દેવ! જે ભેજરાજાના ભયથી બળવાન શત્રએ પણ અબળા જેવા નિર્બળ થાય છે, તેથી તે રાજાઓ પણ અબળાએની જેમ અવધ્ય છે એમ જાણી તેમને હણતો નથી, વળી શ્રીભેજરાજાનું નામ સાંભળી હૃદયમાં ભયબ્રાંત થયેલા શત્રુ શૃંગારની કથા કરતા નથી, કાતુકની કથા કરતા નથી, ગીત વિગેરે વિદ્યાની કથા કરતા નથી, મદન્મત્ત હાથીઓની કથા કરતા નથી, અશ્વોની કથા કરતા નથી, તથા ધનુષ્યના અભ્યાસની કથા કરતા નથી, માત્ર એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org