________________
(કર )
ભેજપ્રબંધ ભાષાંતર. પલાયનની કથા જ કરે છે, તે સિવાય બીજી કથા સ્વપ્નમાં પણ કરતા નથી, તે ભેજરાજ મારા મુખવડે તમને કહેવરાવે છે, કે એક અણહિલપુર પાટણ આપીને બીજું સર્વ રાજ્ય તમે સુખેથી ભેગ. અને જે તે એક નગર તમે નહીં આપે તો તે નગર સહિત પિતાનું જીવિત આપીને સીત્તેર હજાર ગામવાળા આખા ગુજરાત દેશને હારી જશે. કહ્યું છે કે –“ખેટે ગર્વ ધારણ કરીને જે મનુષ્ય અલ્પ માગણી કરનાર સ્વામીને પણ અન્યથા કરે છે–તે આપતે નથી, તે તે સ્વામી જ્યારે કેપ કરીને તેને દંડે છે ત્યારે તેને પિતાના જીવિત સહિત સર્વ દ્રવ્યને સમૂહ આપવો પડે છે. આના જવાબમાં ભીમરાજાની ના જણાવાથી દૂત ફરીને બે કે, “હે ભીમરાજા! એક કેડીવડે કરેડને અને એક ઘડીવડે આખા અરઘટ્ટને વેચવા જેવું તમે કરે છે, કારણ કે એક નગરને માટે તમે આજ આખું રાજ્ય હારી જવા તૈયાર થયા છે.”
આ પ્રમાણે દૂતના ઉંચા નીચા વચનરૂપી ઘીના સીંચનવડે ભીમરાજાને ભયંકર કે પાગ્નિ અત્યંત જાજ્વલ્યમાન થયો, તેથી દૂતને અપમાન સાથે રજા આપી, યુદ્ધની ભેરી વગડાવી અને ચતુરંગ સિન્ય એકઠું કરી યુદ્ધરસમાં ઉસુક થયે. જમણા પગની ખરીવડે પૃથ્વી દવાથી જયને સૂચન કરતા પિતાના ઉચ્ચ શ્રવા જેવા અશ્વ ઉપર ભીમ રાજા આરૂઢ થયું. તે વખતે રાજાની પાસે રહેલ શકુન શાસ્ત્રમાં નિપુણ ચંદ્રક નામનો ભાટ બોલ્યો કે “હે ભીમરાજા! શ્રેષ્ઠ અધિપર ચઠી તું રણસંગ્રામ કરવા ચાલે છે, તેથી ભુજબળવડતું ભેજરાજાને જીતીને શીધ્રપણે જયલક્ષ્મી મેળવીશ.” તે સાંભળી શકુન કરતાં પણ શબ્દ બળવાન છે એમ વિચારી મનમાં આનંદથી પુષ્ટ થયેલા રાજાએ તે ભાટને તેજસ્વી અધ, સુવર્ણની બે સાંકળ અને એક સુવર્ણની જીભ આપી તથા તેના જમણું અને ડાબા ખભા ઉપર કબાહી મૂકી અને બીજી બાવીશ કબાહીઓની તેને પહેરામણી કરી.
ત્યારપછી શ્રી વિમળ નામને દંડનાયક પિતાના અશ્વપર આરૂઢ થયે. તેનું બાણ ભૂમિપર પડ્યા વિના જ પાંચ ગાઉ સુધી દૂર જઈને પડે એવી તેની પાસે સિદ્ધિ હતી. એ પ્રમાણે સમગ્ર સૈન્ય તૈયાર કરી ભીમરાજા ચાલે. તેના સેપે ઉડાડેલી ધૂળના સમૂહરૂપ વાદળાવડે સમય વિના પણ રાજાઓ રૂપી હસેને વર્ષાઋતુને
૧ વસ્ત્ર વિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org