________________
( ૪૦ )
ભાજપ્રશ્નધ ભાષાંતર.
રાથી વીંઝાવી, સ્થાને સ્થાને નટીના સમૂહોનું નૃત્ય કરાવતાં વાજિત્રના નાદવડે આકાશને ગજાવતાં અને બંદીજના પાસે તેમની ખિરૂદાવળી ખેલાવતા મેટા ઉત્સવથી પાતે સાથે જઇ તેમને તેમના ઉપાશ્રયમાં પ્રવેશ કરાવ્યો.
પછી આચાય ની કહેલી ગાથા પેાતાના દૂત સાથે ભાજરાજાને માફલી. દૂતે આપેલી તે ગાથા જોઇ શ્રી ભેાજરાજા અતિ ક્રોધાયમાન થયા અને તેનું ભાલ ભૃકુટિવડે અત્યંત ભયંકર થયું. તરતજ તેણે ત્રણ જગતને ક્ષાભ કરનાર મોટા ભાંકાર શબ્દવાળી યુદ્ધની ભેરી વગડાવી. તે સાંભળી અનેક રાજાઓ, રાણાઓ, માંડિલકા, મુકુટઅદ્ધ રાજાઓ, સામતા અને સેનાપતિએ એકઠા થયા. સાત અંગે પ્રતિષ્ઠિત, જળથી ભરેલા વાદળા જેવા શ્યામ શરીરવાળા, કંઠની ગજ નાવડેજ શત્રુઓને ત્રાસ પમાડનારા, પર્વત જેવા ઉંચા, પતના નિઝરણાની જેવા મહરૂપી જળધારાને ધારણ કરતા અને અન્ને બાજુ બાંધેલી ઘટાના ટંકાર કરીને મનોહર એવા સ હસ્તીઆને અખ્તર પહેરાવી તૈયાર કર્યાં.
પવન જેવા વેગવાળા, હુ થી હેયારવ કરતા, પાંચ પ્રકારની ગતિવડે ચાલવામાં નિપુણ, ખરીવડે પૃથ્વીતળને ખાદી નાંખતા, કડમાં શબ્દ કરતી ઘુઘરીઓની માળાને ધારણ કરતા, શાલિહોત્રે રચેલા અધશાસુમાં કહેલાં શરીરનાં લક્ષણાવર્ડ ગાભતા, શૂરવીર અને સાહસિક સર્વે અર્ધો પાખરવામાં આવ્યા-પલાણ નાંખી તૈયાર કરવામાં આવ્યા. તે અધો કુકણ દેશના, પહિરણ દેશના, સિન્ધુ દેરાના, પારસી દેશના, કારમીર દેશના ખુરાસાણ દેશના, ચાણ દેશના ભાડિ દેશના, પાણીપથ દેશના, દક્ષિણ દેશના, કબાજ દેશના, બાલ્હીક દેશના, તાહે દેશના, તુર્ક દેશના, તેજ દેશના અને તાતાર વિગેરે દેશના મહા તેજસ્વી હતા.
ત્યારપછી છત્રીશ પ્રકારના દડાયુધવડે શોભિત હસ્તવાળા, શરણે આવેલાને વજાના પંજર જેવા, સ્વામીપર અતિ ભક્તિવાળા અને બખ્તરવાળા, શત્રુના સૈન્યને પણ દળી નાંખવામાં તપુર, છત્રીશ રાજકુળના સુભટા બખ્તર પહેરી તૈયાર થયા. તેઓએ કપૂર, કસ્તુરી અને ચંદનવડે શરીર પર વિલેપન કર્યુ. સંગ્રામની વાર્તાથીજ તેમનાં શરીરપર રામાંચરૂપી કચુકે વિકસ્વર થયા. આ રીતે તૈયાર થઈ તેઓ પાતપેાતાની માતા પાસે નમસ્કાર કરવા ગયા. તે વખતે તેમની માતાઓએ કહ્યું કે- હું શ્રેષ્ટ વીરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org