________________
( ૩ )
ભાજપ્રશ્નોંધ ભાષાંતર.
આ રીતે જમ્યા વિનાજ ક્ષુધાવડે દુળ થયેલા તેઓ સાંજને સમયે ગાડ ઉપાડીને ચાલ્યા. તેમાં અને પડખે તથા હાંડીએ વધારે ભાર લાગવાથી બન્ને પૈડાં કાઢી તેને 'સરા સાથે માંધ્યા હતા. આ પ્રમાણે ગાડ ઉપાડીને આવતાં તેમને ડામરના કહેવાથી પરિવાર સહિત સામા આવેલા ભેાજરાજાએ જોયા, અને તેમની બધી વાત સાંભળીને ખરેખર આ શીંગડા વિનાના પશુઓજ છે ” એમ નિશ્ચય કર્યો.
બીજે દિવસે વસુ, અલંકાર વિગેરેથી અલંકૃત કરી તેઓને સભામાં આપ્યા. તેઓએ ભાજરાજાની સભાનાં અલંકારરૂપ વ્યાકરણ વિગેરેના પડિતાને ક્ષણમાત્રમાં જીતી લીધા; તેથી સંતુષ્ટ થયેલા ભાજરાજાએ તેમને પહેરામણી તથા ચાર લાખ રૂપિયા આપી પાટણ પાછા મેાકલ્યા. ત્યાં ભીમરાજાએ તેમના મહેત્સવપૂર્વક નગરપ્રવેરા કરાવ્યા. તેઓ તાતાના સ્થાને ગયા. ઇતિ પાટણ પડિત પરીક્ષા.
એકદા ભેાજરાજાને ભાટ ચારણેાથી વખણાતુ અહિલ્લપુર પાટણ જાતે જોવાની ઈચ્છા થઈ. તેથી “ જીવ્યા કરતાં જોયુ... ભલું ’ એમ વિચારી અસે। તેજસ્વી તથા પવનવેગી અશ્વો અને ચારસા ત્તિઓને સજ્જ કરી છત્ર ચામરાદિક રાજ્યચિન્હાના ત્યાગ કરી પાંચ છ દ્વિવસમાંજ પાટણની પાસેના વનમાં આવી પહોંચ્યા. ત્યાં અસ્વાર અને પત્તિઓને મૂકી ગંગાના તરંગ જેવા ચપળ અદ્યપર ચઢી સહસ્રયાધી અને રૅશતવેધી દશ પત્તિઓને સાથે લઈ નગર તરફ ચાલ્યા, માર્ગે જતાં દૂરથીજ લાખે! પચર’ગી પતાકાઓ જોઇને તથા ટાલ, શરણાઈ અને તાંસા વિગેરે વાજિત્રાના નાદ અને લોકોના કાળાહળ સાંભળીને જાણે કાને મ્હેરા થયા હોય તેમ તે નગરના દરવાજા પાસે આવ્યેા. ત્યાં શૂળી ઉપર પરાયેલા મસ્તક રહિત એક પુરૂષને જોઇ ક્ષણવાર તે ત્યાંજ ઉભો રહ્યો. તેવામાં રૂપવડે અપ્સરાઆને પણ તિરસ્કાર કરે તેવી ચાર પણીઆરીએ નગરમાંથી નીકળી બાજરાજા પાસે આવી ઉભી રહી. તેમની કટીપર એક ઘડો હતા, અને એક ઘડા મસ્તક પર હતા. તેઓ ઉભીઉભી શૂળીમાં પરોવેલા પુરૂષને જોવા લાગી.
૧ એક હજાર માણસાને યુદ્ધમાં જીતનાર. ૨ એકી સાથે સાતે વીંધનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org