Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવે છે. જે પુત્ર માતા-પિતાનું પાલન–પિષણ અને સેવા શુશ્રષા કરે છે, તેને જ આ લેક અને પરલેક સુધરી જાય છે.
સંયમના માર્ગેથી સાધુને વિચલિત કરવા માટે તેના માતા-પિતા આદિ સંસારી સગાંઓ તેને આ પ્રમાણે કહે છે- હે પુત્ર ! માતા અને પિતાનું પાલન-પોષણ અને સેવા કરવાનું તારું કર્તવ્ય છે. એવું કરવાથી તારો આ લોક પણ સુધરી જશે અને પરલેક પણ સુધરશે, આ લોક અને પરલોકમાં તને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થશે. સંસારને એજ સાચો વહેવાર છે કે વૃદ્ધ માતા-પિતાની સેવા કરવામાં આવે. આ પ્રકારની તારી ફરજ અદા નહી કરવાથી તારો–આ લેક અને પરલેક, બન્ને બગડશે” ગાથા ૪
શબ્દાર્થ તાર-રાર” હે તાત! “તે પુત્તા- પુત્ર તમારા પુત્ર “રા - : ઉત્તરોત્તર જમેલ છે “માહ્યાવા-મધુરાસ્ટ' મધુર બેલવાવાળા “ફિયા-ક્ષ ' અને નાના છે. “a-Rાર” હે તાત! “તે મારિયારે મા તમારી પત્ની “ખાવા-નગા' નવયૌવના છે. અર્થાત્ યુવાવસ્થાવાળી છે. નાસા' તે તમારી પતની “અનં-માન્' બીજા નં-જનમ માણસની પાસે અર્થાત્ પરપુરૂષની પાસે “મા મે-માં છેતુ” ન જાય તેવું કરો પણ
સૂત્રાર્થ–હે પુત્ર! તારે પુત્ર-પરિવાર, કે જે મીઠી મીઠી બોલી બોલનારે છે, તે હજી કાચી ઉંમરનો છે. હે પુત્ર ! તારી પત્ની હજી નવયૌવન છે. તું એવું કર કે જેથી તે અન્ય પુરુષને સાથ ન શોધે. પા
ટીકાથ–માતા સાધુ બનેલા પુત્રને એવું કહે છે કે હે પુત્ર! કમેકમે તારે ત્યાં અનેક પુત્રને જન્મ થયો છે. તારા તે પુત્રોની વાણું અમૃતના જેવી મીઠી છે. એવાં લાડીલા પુત્રને ત્યાગ કર ઉચિત નથી, તે સાધુને વેશ છોડી દઈને આપણે ઘેર આવતે રહે. વળી તારી પત્ની પણ હજી નવ. યૌવના છે. તે મુનિવેષ છેડીને ઘેર પાછો આવે નહીં તે કદાચ તે પર પુરૂષનું ઘર માંડશે-જે તું તેને ત્યાગ કરીશ તો કદાચ તે કુમાર્ગે ચડી જશે. કારણ કે નવયૌવના નારીની કામવાસના નહીં સંતોષાય તે એવા માર્ગનું અવલંબન લેવાની પરિસ્થિતિ તેને માટે ઉત્પન્ન થશે. જે એવું બનશે તે લેકમાં આપણી નિંદા થશે અને આપણે કુળને કલંક લાગશે સૂત્રમાં “ભાયા પદને પ્રયોગ કરીને સૂત્રકારે એ વાત પ્રગટ કરી છે કે પત્નીના ભરણપોષણની જવાબદારી પતિ ઉપર હોય છે, તે પુત્રને પિતા ભાર્યાને પતિ હોવાથી તેમના પાલનપોષણ અને રક્ષણની જવાબદારી તારી છે. જે તે તેમના પ્રત્યેની તારી જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જશે, તે કેમાં જરૂર તારી નિદા થશે. માટે કા૫વાદથી બચવા માટે પણ તારે સાધુનો વેષ છેડી દઈને આપણુ ઘેર આવી જવું જોઈએ. ગાથા પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨