Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે સુખ વડે જ સુખની પ્રાપ્તિ થાય છે, લાચ આદિ કાયદ્યેશ સહુન કરવાથી સુખની પ્રાપ્તિ થતી નથી. કાયકૂલેશ દ્વારા તે ઊલટુ'આન્તધ્યાન થાય છે. મૂઢમતિ શાકચ આદિ પરીયકાની ઉપયુક્ત માન્યતા છે. આ માન્યતાને માન્ય કરીને જેએ સમરત હેય (ત્યાગ કરવા ચેાગ્ય) ધર્મથી ભિન્ન એવા શ્રમણુ ભગવાન્ મહાવીર દ્વારા પ્રરૂપિત સર્વોત્કૃષ્ટ મોક્ષમાર્ગોના પરિયાગ કરે છે તથા પરમ સમાધિનેા-સમ્યગ્દર્શન આદિના ત્યાગ કરે છે, એવા મન્દમતિ લેકા ચાર ગતિવાળા સ'સારરૂપી કાનનમાં ભટકયા કરે છે.
કારણને અનુરૂપ જ કાર્ય થાય છે,' આ પ્રકારનું તેમનુ કથન એકાન્ત રૂપે (સ‘પૂર્ણત:) ચેગ્ય નથી. કાઇ કાઇ વાર આ નિયમમાં ભંગ પણ થતા જોવામાં આવે છે. એટલે કે કારણથી જુદા જ પ્રકારનું કાર્ય પણ સભવી શકે છે. જેમ કે.
ગધેડાના મૂત્ર સાથે છાણના યાગ થવાથી વીછીની ઉત્પત્તિ થાય છે, દાવાનળ વડે બળી ગયેલા નેતરના મૂળમાંથી કદલી વૃક્ષની ઉત્પત્તિ થાય છે, કાચા તન્નુલ (ચેાખા) અને પાણી વડે સિક્ત ભૂતલમાંથી લાલ રંગનુ એક વિશિષ્ટ શાક ઉત્પન્ન થાય છે, તથા ગેરામ (ગાયની રુવાંટી) વડે દૂખ (બ્રાસ)ની ઉત્પત્તિ થાય છે.
મને!જ્ઞ આહાર આદિને સુખના કારણરૂપ ગણવા તે પણ ઉચિત નથી, કારણ કે તેના સેવનથી પણ રાગાદિની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. વળી વૈવિક સુખ વાસ્તવિક દૃષ્ટિએ જોતાં સુખ રૂપ જ નથી, તે તે દુઃખના પ્રતીકારના જ કારણુ રૂપ હોય છે. વૈયિક સુખમાં દુઃખાનુ' સમ્મિશ્રણ રહે છે, તેથી વિષમિશ્રિત લેાજનની જેમ તે ખરી રીતે તે દુઃખ રૂપ જ હાય છે. મૂઢ માણુસા જ તેને સુખરૂપ માને છે, પરન્તુ ખરી રીતે તે તે સુખાભાસ રૂપ હાવાને કારણે દુઃખરૂપ જ છે. કહ્યુ પણ છે કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૭૨