Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તં કુદકમિરાજાશં ઈત્યાદિ--
તે માણસને એ પશ્ચાત્તાપ થાય છે કે મેં મનુષ્યભવ પ્રાપ્ત કરીને ઉત્તમ તત્વની અવગણના કરી. મેં તે આકાશમાં મુઠ્ઠી વડે આઘાત કરવા જેવાં અથવા ફીફા (ફોતરાં) ખાંડવા જેવાં નિરર્થક કાર્યમાં જીવનને વેડફી નાખ્યું એટલે કે આકાશમાં આઘાત કર અથવા ફેતરાં ખાંડવા, તે જેવી રીતે નિરર્થક છે, એ જ પ્રમાણે મનુષ્યભવ પ્રાપ્ત કરવા છતાં ઉત્તમ અર્થને પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરવાથી મારો મનુષ્યભવ મેં વેડફી નાખ્યો છે.”
મૃત્યુમરાહુલજાર' ઇત્યાદિ–
જેવી રીતે કઈ મૂર્ખ માણસ માટીના ઘડામાં પડેલા છિદ્રને સાંધવા માટે દક્ષિણાવર્તી શંખ જેવા અણમેલ પદાર્થને ચૂર કરી નાખે છે, એ જ પ્રમાણે મેં આ અણમોલ મનુષ્યભવને ઉત્તમ અર્થ (મેક્ષ) ની સાધનામાં વ્યતીત કરવાને બદલે વિષય ભેગમાં વ્યર્થ ગુમાવી નાખે. વળી તેને એ પસ્તા થાય છે કે– વિજ્ઞાવવાનસિહં ઈત્યાદિ– વૈભવના મદમાં છકી જઈને તથા યૌવનના મદમાં ભાન ભૂલીને જે કાર્યો મેં કર્યા છે, તેનું સ્મરણ હવે આ વૃદ્ધાવસ્થામાં હૃદયની અંદર કાંટાની જેમ ખટકે છે” ૧૪
અજ્ઞાની માણસોને પાછળથી પસ્તાવું પડે છે, પણ ઉચ્ચકેટિના મહાપુરુષે ભવિષ્યમાં સુખ ઉત્પન્ન કરનારા તપ અને સંયમની આરાધના કરે છે. તેમને વૃદ્ધાવસ્થામાં પશ્ચાત્તાપ કરવો પડતો નથી. આ તથ્યને હવે સૂત્રકાર પ્રકટ કરે છે–હિં જે ઈત્યાદિ–
શબ્દાર્થ – હિં- જે પુરૂષે એ -# ધર્મોપાર્જન કાળમાં “વિં – વાત્રાના ધર્મોપાર્જન કર્યું છે “તે-તે તે પુરૂષ “પછ– પાછળથી “R તિઘર- પતિવ્યસે પસ્તા કરતાં નથી. “વંધળુમુવા-તાધનોનુi બંધનથી છુટેલ “ધી-ધાઃ ધીર પુરૂષ “કવિય--ગોવિત’ અસંયમી જીવનની ‘નાવ હરિ-રાજક્ષતિ' ઈચ્છા કરતાં નથી. ૧પ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨