Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકા-ભગવાન મહાવીરે ક્રિયાવાદીઓના મતને જાણ્યા, અક્રિયાવાદીઆાના મતને જાણ્યા, વૈયિકાના મતને જાણ્યા અને અજ્ઞાનવાદીએના સ્થાનને (પક્ષને) પણ જાણી લીધુ. અથવા જેમાં સ્થિતિ (ઉત્પત્તિ) થાય છે તેને સ્થાન કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે જુદા જુદા મતવાદીઓની દુગતિમાં કેથી સ્થિતિ (દશા) થાય છે, તે જાણ્યુ. એટલે કે અજ્ઞાનવાદીઓના માર્ગને અનુસરવાથી દુર્ગંતિની પ્રાપ્તિ થાય છે, એ, તથ્યને તેમણે જાણ્યું હતું. ક્રિયાવાદીઓની માન્યતા એવી છે કે એકલી ક્રિયા દ્વારા જ માક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી ક્રિયાએમાં જ પ્રવૃત્ત રહેવુ જોઇએ. અક્રિયાવાદીઓ જ્ઞાનવાદી છે. તે ક્રિયાને નિરક માને છે અને જ્ઞાન દ્વારા જ મુક્તિ પ્રાપ્તિ થાય છે એમ માને છે. વિનયથી જ મેાક્ષ પ્રાપ્ત થાય છે એવું માનીને વિનયનું આચરણ કરનારાને નૈનિયેક કહે છે. જે લેાકેા અજ્ઞાનને જ આ લેાક અને પરલેાકમાં કલ્યાણકારી માને છે, તેમને અજ્ઞાનવાદી કહે છે.
આ પ્રકારના વિવિધ મતવાદીઓના વાદો વિષે મહાવીર પ્રભુએ ખૂબ જ ઊડા અભ્યાસ કર્યો. તે વાદાના ગુણદોષાને બરાબર સમજી લીધા. તેમને જ્ઞાન અને ક્રિયા પ્રધાન શ્રુતચારિત્ર રૂપ ધર્મને જ શ્રેષ્ઠ ગણીને જીવનપર્યન્ત સયમની આરાધના કરી.
જેવી રીતે અન્ય મતવાદીએ, દેષયુક્ત શાસ્ત્રોની રચના કરીને પેાતાના શિષ્યાના મલીન આચરણને લીધે વામણા ખન્યા-પેાતાની મહત્તા ગુમાવી બેઠા, એવું હે પ્રભો ! આપની ખાખતમાં બન્યું નથી. આપ તો પાપના કારણભૂત દોષથી સર્વથા રહિત જ છે. કહ્યું પણ છે—થયા પરેશાં થો વિધાઃ '' ઇત્યાદિ—
જેવી રીતે અન્ય તીથિકાએ, કુશલ શાસ્ત્ર રચના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
કરવા છતાં પણ,
૨૪૬