Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 328
________________ ટીકાર્થ–સાધુએ અલ્પ એટલે કે સૂક્ષ્મ પ્રમાણમાં આહાર કરવો જોઈએ. અંતમાનત આહાર પણ વિશેષ પ્રમાણમાં લેવો ન જોઈએ. આહાર પ્રમાણે જળ પણ અલ્પ પ્રમાણમાં લેવું જોઈએ. આહારના પ્રમાણુના સંબંધમાં આગમમાં કહ્યું છે કે- જે કાંઈ પ્રાપ્ત થયેલ આહાર હોય તેને લઈને નિર્વાહ કરી લેવો. જ્યાં ત્યાં કોઈ પણ સ્થળે સુખ પૂર્વકની નિદ્રાથી સુઈ જવું. અને જે કાંઈ પ્રાપ્ત થઈ આવે તેનાથી સંતોષ માની લે. હે વીર તે આત્માને ઓળખે છે. ૧૫ મરઘાના ઇંડાની બરાબર આઠ કોળિયાના પ્રમાણવાળા આહારને ગ્રહણ કરવાવાળાને અ૯૫ આહારી કહેવામાં આવે છે. બાર કેળિયાના પ્રમાણવાળા આહાર કરવાવાળાને અપાદ્ધ અવમદરિક કહેવામાં આવે છે. સોળ કળિયા પ્રમાણે આહાર કરવાવાળાને બે ભાગ પ્રાપ્ત આહાર લેવાવાળે કહેવામાં આવે છે. વીસ કેળીયાના પ્રમાણવાળા આહાર લેનારને અમેદરિક કહે. વાય છે, ત્રીસ કેળીયાના પ્રમાણવાળો આહાર લેવા વાળાને પ્રમાણમાતાહારી કહેવાય છે. અને બત્રીસ કોળિયાના આહારવાળાને સંપૂર્ણાહારી કહેવાય છે. વ્ય. સૂ. ૩૮ અરસ વિરસ વિગેરેને ભેદ કર્યા વિના નિર્દોષ રીતે જે કાંઈ આહાર પ્રાપ્ત થઈ જાય, તેને જ ગ્રહણ કરી લેવો. પ્રશસ્ત અથવા અપ્રશસ્ત ભૂમિને વિકલ્પ ન કરતાં જ્યાં સુખ પૂર્વકની નિદ્રા આવે ત્યાં સુઈ જવું. અને જે કંઈ મલે તેનાથી સંતેષી રહેવું. આવી ઉદાસીન વૃત્તિવાળા મહાપુરૂષ જ આત્મતત્વને જાણવાવાળા થાય છે. એક એક કેળીયાને કેમ-એ છે કરીને ઉનેદરતા કરવી જોઈએ. આજ પ્રમાણે પાણી તથા સંયમના ઉપકરણ પાત્ર વિગેરેમાં ઉનેદરણું કરવું જોઈએ. કહ્યું પણ છે કે “જોવાહા થવમળ” ઈત્યાદિ જે અહ૫ આહાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૨૧

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330