Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જન્મ લઈને, તે અત્યન્ત ક્રૂર અજ્ઞાની જીવ પિતાનાં જ પાપને કારણે હાય કરે છે. આ રીતે જન્મમરણના ફેરા કર્યા જ કરે છે. આવા
ટીકાર્ચ–એકેન્દ્રિય આદિ જીવોના સમૂહને જાતિ કહે છે, અને તેના પથને જાતિપથ કહે છે. તાત્પર્ય એ છે કે હિ સાકારી જીવ એકેન્દ્રિય જાતિ આદિમાં પર્યટન કરતો રહે છે. આ પ્રમાણે ભવભ્રમણ કરતા તે જીવ કયારેક તેજરકાયિકમાં, કયારેક વાયુકાયિકમાં અને ક્યારેક હીન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય છે. (તેજસ્કાય, વાયુકાય અને દ્વીન્દ્રિય આદિને ત્રસ જીવો કહે છે) અને કયારેક તે જીવ પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય રૂપ સ્થાવરમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થઈને, જીવહિંસા આદિ દૂર કમેનો કડવો વિપાક જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે તેઓને તલવાર આદિ શસ્ત્રો દ્વારા (પૂર્વ ભવના તેમના શત્રુઓ દ્વારા) ઘાત કરવામાં આવે છે, અને તે જાતિજાતિમાં-એક જાતિમાંથી બીજીમાં (એકેન્દ્રિય આદિ અનેક જાતિઓમાં ભટકત રહે છે. અતિશય ફૂર કર્મો કરનારા અજ્ઞાની છો પોતે કરેલાં કૃત્યોને કારણે દંડિત થાય છે (છેદન, ભેદન, માર, કૂટ આદિ વેદનાઓ સહન કર્યા કરે છે, અથવા હણાયા કરે છે.
તાત્પર્ય એ છે કે જે જીવ એકેન્દ્રિય આદિ જીવોની હત્યા કરે છે, તે જીવ એજ જાતિમાં ઉત્પન્ન થઈને પિતાને ઘાત થતા અથવા પિતાની હત્યા થવાને અનુભવ કરે છે. ત્યાર બાદ ત્યાંથી મરીને ત્રસ અને સ્થાવરોમાં વાર વાર ઉત્પન્ન થઈને જન્મમરણ કરતો રહે છે. એવો હિંસક જીવ સંસારને પાર કરી શકતા નથી. ગાથા ૩
કર કર્મ કરનાર જીવની કેવી હાલત થાય છે, તેનું વર્ણન કરતા સૂત્ર કાર કહે છે કે- સત્સં જ ઢા” ઈત્યાદિ
શબ્દાર્થ– “અહિંસ ર ો કટુવા ઘરથા-અરિષ્ઠ સ્રો અથવા પત્તા' આ લોકમાં અથવા પરલોકમાં એકમ પોતાનું ફળ કરનારને આપે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૫૪