Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્યું–જે અજ્ઞાની છે એવું કહે છે કે પ્રાત:કાળે અને સંધ્યાકાળે જળસ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમનું કથન સાચું નથી. આ પ્રકારનું પ્રતિપાદન કરનારા લોકે મિથ્યાવાદી જ છે. જે જળસનાન કરવાથી જ મોક્ષ મળતો હત, તે જળચર પ્રાણીઓને તે મેક્ષ જ મળત. જળમાં મગર આદિ અનેક પ્રાણીઓ રહે છે, જેઓ મસ્યભક્ષણ આદિ દૂર કર્મો કરતાં હોય છે. એવાં નિર્દય પ્રાણીઓ શું મોક્ષ પ્રાપ્ત કરી શકે ખરાં ? પાપકર્મોનું સેવન કરનારને મોક્ષ મળવાનું સંભવી શકે જ નહીં,
જળ બાહ્ય મેલને દૂર કરી શકવાને સમર્થ છે, એવું આ૫નું કથન પણ સંગત નથી. જળ જેમ અનિષ્ટ મેલને દૂર કરે છે, એ જ પ્રમાણે કુંકમ, ચન્દન આદિ ઈષ્ટ પદાર્થોને પણ શરીરથી અલગ કરે છે. આ પ્રમાણે એ વાતને પણ સ્વીકાર કરવાનો પ્રસંગે ઉપસ્થિત થશે કે જેમાં સ્નાન કરવાથી પાપ દૂર થઈ જાય છે, એ જ પ્રમાણે પુણ્ય પણ છેવાઈ જશે!
વળી બ્રહ્મચારીઓને માટે જલસ્નાન દેષજનક જ છે. કહ્યું પણ છે કે--જનારં વારિF' ઈત્યાદિ
સ્નાન મદ અને દપ (અહંકાર)ની વૃદ્ધિ કરનાર છે. કામના અંગમાં નાનને પ્રથમ અંગરૂપ કહ્યું છે. તેથી કામને (મૈથુનનો ત્યાગ કરનાર સંયમી પુરુષે સ્નાન કરતા નથી.” એવું પણ કહ્યું છે કે-નૈવિઝનજાણિ ઈત્યાદિ
પાણી વડે શરીરને ભીનું કરનાર માણસને સ્નાત (નહાલે) કહેવાતે નથી. વાસ્તવમાં સ્નાત તે તેને જ કહેવાય છે કે જે વ્રતથી નાત હોય, એટલે કે-અહિંસા આદિ વ્રતનું પાલન કરનારને જ સનાત કહેવાય છે. વ્રતના પુરુષ બહારથી અને અંદરથી વિશુદ્ધ હોય છે એટલે વિશદ્ધિને માટે તેને જલસ્તાનની આવશ્યક્તા જ રહેતી નથી ૧૪ છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૭૧