Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સૂત્રાર્થ જેઓ સંયમ ગ્રહણ કરવા છતાં પણ પરકીય આહારના વિષયમાં દીનતા બતાવે છે, જેઓ મુખમાંગલિક છે એટલે કે આહાર મેળ વવા માટે દાતાની પ્રશંસા કરનારા છે, તેઓ તદુલ કણમાં (ખાના દાણામાં) અસક્ત થયેલાં મહાશૂકરની જેમ ઉદર પિષણ માટે લોલુપ થઈને વિનષ્ટ થાય છે–સિદ્ધિ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં ભ્રમણ કરીને દુઃખનું વેદન કર્યા કરે છે. રપા
ટીકાર્યું–જે પુરુષ માતા, પિતા, પત્ની, પુત્ર ધન, ઘર આદિને ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવા છતાં આહાર પ્રાપ્તિને માટે દીનતા બતાવે છે, વાદલોલુપ બનીને (રસના ઈન્દ્રિયના દાસ બનીને) જેઓ દાતાની પ્રસંસા કરે છે, તેઓ પણ સંયમથી ભ્રષ્ટ થઈને પિતાને જ વિનાશ નેતરે છે. તેઓ દાતાની કેવી પ્રશંસા કરે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે
“goથામા હીનાનાં ઈત્યાદિ
આપ ત્રણે લોકમાં સૌથી મહાન પુણ્યાત્મા છે. આપ દીનજનોની દીનતા દૂર કરવાને સમર્થ છે, મેરુ દૂર છે, પણ આપ દૂર નથી. આપ સોની સઘળી કામનાઓ પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સમાન છો પરંતુ કલ્પવૃક્ષમાં તે આપના કરતાં એક ન્યૂનતા છે. કલ્પવૃક્ષ તે જડ છે, પરંતુ આપ જડ નથી. આ રીતે આપ મેરુ અને કલ્પવૃક્ષ કરતાં પણ મહાન છો આપ દાન આદિ પુણ્ય કાર્યો પાછળ ખૂબ જ ધન વાપરો છે. આ પ્રકારે દાતાની પ્રશંસા કરનારને “મુખમાંગલિક કહેવાય છે. કહ્યું પણ છે કે-“ g નz Tળા' ઈત્યાદિ
“અહો, આપ તે એવાં પુરુષ છે કે જેના ગુણે દસે દિશાઓમાં વ્યાપી ગયાં છે, આપનું નામ અત્યાર સુધી તે કથા, વાર્તાઓમાં જ સાંભળ્યું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮૭