Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જનન અથવા “આહાર સંપત્” કહે છે. મીઠું આહારમાં રસપુષ્ટિ કરે છે. મીઠા વિના બહુમૂલ્ય આહાર પણ નીરસ (સ્વાદ વિનાને-ફીકે) લાગે છે. કઈ પણ છે કે – ઝવવિદૂત રા' ઈત્યાદિ–
લવણ રહિત રસ, નેત્ર રહિત ઈન્દ્રિયે, દયારહિત ધર્મ અને સંતોષ રહિત સુખ તુચ્છ છે.”
તથા કેઈ કઈ માણસ એવું કહે છે કે શીત (સચિત) જળના સેવનથી મોક્ષ મળે છે. તેઓ એવી દલીલ કરે છે કે-જેમ જળ શરીરના બાહ્ય મળનું નિવારણ કરે છે, એ જ પ્રમાણે આન્તરિક મળનું પણ નિવારણ કરે છે, રજ, ધૂળ આદિ વડે ગંદાં થયેલાં કપડાંને મેલ જેમ પાણી વડે ધોવાઈ જાય છે, એ વાત તે પ્રત્યક્ષ દેખી શકાય છે, એ જ પ્રમાણે પાણી વડે આન્તરિક શુદ્ધિ પણ થઈ શકે છે
કઈ કઈ તાપસે એવું માને છે કે હવન કરવાથી મોક્ષ મળે છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે જેમ અનિ સુવર્ણ આદિનો મેલ દૂર કરીને તેની શુદ્ધિ કરે છે, એ જ પ્રમાણે અગ્નિહોત્રની અગ્નિ પણ આત્મા પરના મેલને દૂર કરીને મોક્ષપ્રાપ્તિ કરાવે છે. ગાથા ૧૨
મીઠાનો ત્યાગ કરવાથી, સચિત્ત જળનું સેવન કરવાથી અને મહવન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, ” આ પ્રકારની પૂર્વોક્ત માન્યતાઓને નિરાકરણ (ખંડન) કરવાને માટે સૂત્રકાર કહે છે કે-વાગો સિના ”િ ઇત્યાદિ
શબ્દાર્થ–“મો સિળાગાકુ-પ્રાતઃ નાનાવિષ્ણુ પ્રાત:કાળના નાન વિગેરેથી “નોરણો નથિ-મોક્ષો વારિત’ મોક્ષની પ્રાપ્તિ થતી નથી તથા “લાજી ઢોળા ગાળેf-લાય ઢવાનને મીઠું ન ખાવાથી મેક્ષ થતું નથી. તે-તૈ' એ અન્યતીથિ “મનમાં કુi ૪ મોરવા-મદં માંડં રજુનં ૪ મુવવા” મધ, માંસ, અને લસણ ખાઈને “અન્નાથ-વત્ર મોક્ષથી અન્ય સ્થાન અર્થાત્ સંસારમાં જ ભ્રમણ કરતા રહે છે. તે ૧૩
સૂત્રાર્થ–પ્રાતઃકાળે સ્નાન કરવાથી મોક્ષ મળતું નથી, તથા લવણયુક્ત ભેજનને ત્યાગ કરવાથી પણ મેક્ષ મળતું નથી, અન્ય તીર્થિક મધ, માંસ, અને લસણનો ઉપગ કરીને અન્યત્ર જ (મેક્ષથી ભિન્ન એવા સંસારમાં) પરિભ્રમણ કર્યા કરે છે. ૧૩
ટીકાથ–પ્રભાત કાળે સ્નાન કરવાથી કેઈ પણ પ્રકારે કર્મોને ક્ષય થતું નથી એટલે કે તેના દ્વારા મોક્ષપ્રાપ્તિ થતી નથી. ઊલટાં તેમ કરનાર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૬૮