Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાત આદિ પાપકર્મો કરતા નહીં, બીજા પાસે એવાં પાપકર્મો કરાવતા નહી, અને પાપકર્મો કરનારની અનુમોદન પણ કરતા નહીં. મન, વચન અને કાયાથી તેઓ પાપકર્મો કરતા નહીં, કરાવતા નહીં અને કરનારની અનુમોદના કરતા નહીં. આ પ્રકારે ભગવાન ત્રણ કરણ અને ત્રણ પેગ વડે પિતે પણ સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતા નહીં અને અન્યને પ્રવૃત્તિ કરતા નહીં અને સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થનારની અનુમોદના પણ કરતા નહીં. તેનું કારણ એ હતું કે સાવધ અનુષ્ઠાનના કારણભૂત ક્રોધ માન, માયા અને લેભને તેમણે સંપૂર્ણ રૂપે ઉછેદ કરી નાખ્યું હતું. જેમ અગ્નિને જ અભાવ હોય, તે ધુમાડાનો સભાવ સંભવી શક્તિ નથી, એ જ પ્રમાણે ક્રોધ આદિ કારણોના અભાવમાં સાવધ અનુષ્ઠાને રૂપ કાર્યને પણ અભાવ જ રહે છે ક્રોધ આદિ કારણના અભાવમાં તેમનું અરિહન્તત્વ અને મહર્ષિ વ કારણભૂત બન્યું હતું.
તાત્પર્ય એ છે કે અરિહનત અને મહર્ષિ હેવાને કારણે મહાવીર પ્રભુ નિષ્કષાય હતા. અને નિષ્કષાય હોવાને કારણે તેઓ સાવદ્ય અનુષ્ઠાનથી દૂર રહેતા હતા. પારદા
વિરિયાયિં ” ઈત્યાદિ
શબ્દાર્થ– #િfiારિ–ક્રિયા”િ ક્રિયા વાદી અને અકિયાવાદીના મતને તથા વેળguj-નચિનુવામ' વિનયવાદિના કથનને તથા “કાઉન ચા–અજ્ઞાનિ જા અજ્ઞાનવાદિના “જ-થાન' મતને “હિ-કતત્વ જાણીને “રે રૂરિ-ર રૂરિ’ તે વીર ભગવાન્ આ પ્રમાણે “નવચં-સવાર બધાજ વાદિયેના મતને વેરૂત્તા-વેચિસ્વા' જાણીને “વંઝરીહરાચં-સંચમી કારગ સંપૂર્ણ જીવનપર્યત “ટ્રિા સ્થિત રહયા છે. જે ૨૭
સૂત્રા–ક્રિયાવાદીઓના, અક્રિયાવાદીઓના, વૈનાયિકોના અને અજ્ઞાનવાદીઓના મતને જાણીને, આ પ્રકારે સઘળા વાદેના સ્વરૂપને જાણી લઈને, ભગવાન મહાવીર જીવનપર્યત સંયમની આરાધનામાં અવિચલ રહ્યા હતા ૨૭
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૪૫