Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકાઈ–મહાવીર પ્રભુ પૃથ્વીના સમાન છે. જેમ સમસ્ત પ્રાણુઓને આશ્રય દેનારી હોવાને કારણે પૃથ્વી તેમને આધાર કહેવાય છે, એ જ પ્રમાણે ભગવાન મહાવીર સમસ્ત જીવને અભય દેનારા તથા તેમને સદુપદેશ દેનાર હોવાને કારણે સમસ્ત જીવોના આધાર છે. તે કારણે તેમને પૃથ્વીના સમાન કહ્યા છે. અથવા-જેમ પૃથ્વી “ ” સઘળું સહન કરનારી છે, એ જ પ્રમાણે ભગવાન મહાવીર પણ ઘેર પરીષણો અને ઉપસર્ગો સહન કરનારા છે. અમરકોષમાં પણ કહ્યું છે કે-“સર્વસ, વસુકતી, વસુધા,” વસુધા, ઉવી અને વસુઘરા, આ બધા નામે પૃથ્વીના જ છે. ભગવાન સમસ્ત ઉપસને સહન કરનારા હોવાથી તેઓમાં પૃથ્વીની સમાનતા છે. તેથી ભગવાન મહાવીર આઠ કર્મોનો ક્ષય કરનારા છે. તેઓ બાહ્ય અને આભ્યાર બધા પ્રકારના પદાર્થોમાં વૃદ્ધિભાવ (આસક્તિ)થી રહિત હતા. તેઓ કઈ પ્રકારની સન્નિધિ (સંચય) કરતી નહીં. સન્નિધિ બે પ્રકારની કહી છે. (૧) દ્રવ્ય સનિધિ અને (૨) ભાવ સનિધિ. ઘી, ગોળ આદિના સ ચયને દ્રવ્યસન્નિધિ કહે છે ક્રોધ, માન, માયા અને લોભને ભાવ સન્નિધિ કહે છે. મહાવીર પ્રભુ આ બને પ્રકારનો સંચય કરતા નહીં–તેઓ કોઈ પણ પ્રકારને પરિગ્રહ રાખતા ન હતા. મહાવીર પ્રભુ આશુપ્રજ્ઞ હતા, કારણ કે તેઓ સર્વત્ર સદા ઉપગવાન હતા. એટલે કે સમસ્ત પદાર્થોના વિષયમાં શીધ્ર નિર્ણય કરનારા હતા છસ્થાની જેમ ખૂબ જ વિચાર કરી કરીને તેઓ પદાર્થને નિર્ણય કરતા નહીં.
આ પ્રકારના ગુણોથી યુક્ત મહાવીર સ્વામી સમુદ્રના જેવા અપાર ભવપ્રવાહને એટલે કે સંસાર સાગરને પાર કરીને સર્વોત્તમ નિર્વાણધામને પ્રાપ્ત કરી ચૂક્યા છે. વળી ભગવાન અભય કરે છે, કારણ કે તેઓ પિતે સમસ્ત છાનાં પ્રાણની રક્ષા કરતા હતા અને લેકોને પણ જીવરક્ષાને ઉપદેશ આપીને અભય પ્રદાન કરતા હતા. ભગવાન વીર છે અને અનન્ત ચક્ષુ છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૪૩