Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકાર્થ–પ્રત્યેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોય છે. સામાન્ય અને વિશેષ ધર્મોના સમૂહને જ વસ્તુ કહેવાય છે. તેમાંથી સામાન્ય અંશનું જે ગ્રહણ કરવાવાળું છે તેને ઉપયોગ-દર્શન કહે છે અને વિશેષ અંશના બાધકને ઉપગ-જ્ઞાન કહેવાય છે સૌથી પહેલે પ્રશ્ન મહાવીર પ્રભુના જ્ઞાનદર્શનના વિષયમાં પૂછવામાં આવેલ છે. તે પ્રશ્ન આ પ્રમાણે છે- મહાવીર પ્રભુનું જ્ઞાન ક્યા પ્રકારનું હતું ? તેમનું દર્શન કયા પ્રકારનું હતું ? ત્યારબાદ ભગવાનના આચારના વિષયમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે મહાવીર પ્રભુનું શીલ એટલે યમનિયમ આદિ આચાર કેવાં હતાં ? આપે મહાવીર પ્રભુના મુખારવિન્દમાંથી ધર્મતત્વની પ્રરૂપણું સાંભળેલી છે અને તેમના અન્તવાસી તરીકે તેમની જ સમીપમાં રહીને તેમના આચાર વિચારે ને પ્રત્યક્ષ અનુભવ મેળવેલ છે. વળી આપ શ્રત પારગામી છો. તે આપ વીર પ્રભુની સમીપે સાંભળે અને સાંભળીને હૃદયમાં ઉતારેલે ઉપદેશ તથા મહાવીર પ્રભુના જ્ઞાન, દર્શન અને શીલના વિષયમાં આપે જે દેખ્યું છે, તે સાંભળવાની અમને ઘણું જ જિજ્ઞાસા થઈ છે. તે કૃપા કરીને આપ અમને તે બધું યથાર્થપણાથી કહી સંભળાવે.”
શાસ્ત્ર પ્રણાલી એવી છે કે એકાગ્રચિત્ત. વિનીત, અને શ્રદ્ધાવાન શિષ્યને જ ગુરુ દ્વારા ઉપદિષ્ટ તત્વને ઉપદેશ દેવા જોઈએ. જબૂસ્વામીમાં આ પ્રકારની યોગ્યતા રહેલી હોવાથી સુધમાં સ્વામી તેમના પ્રશ્નનો ઉત્તર આપે છે. જે ૨
“ચન્નg” ઈત્યાદિ–
શબ્દાર્થ–“રે- તે ભગવાન મહાવીર વર્ધમાન સ્વામી “હેચ-વેજ્ઞા સંસારના પ્રાણિના દુખે જાણતા હતાં “મલી-કુશ૪: મર્ષિ' તે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૧૧