Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શશ્નાર્થ–“સમા–શ્રમના ” શ્રમણ “ર માળા-૧ ગ્રહણ” અને બ્રાહ્મણ “g-ર” અને “અરિ–અrmરિણ?” ક્ષત્રિય વગેરે “રતિથિ -રતીfથવા અને પરતીધિક શાકય વિગેરેએ “પુરિઝg-ગલ્લુ પૂછ્યું કે “રે -૩ . તે કેણ છે? જેણે જે -િ-0ારતહિત' કેવળ હિતરૂપ “અળસ્ટિસં-અનીદશમ' અનુપમ “ધર્મ-ધર્મમ્’ ધર્મ “નાદુ સમીણચાર-સાધુ સમીક્ષા’ સમ્યફ પ્રકારથી વિચારીને “જાદુ-ગg કહેલ છે. / ૧ /
અન્વયાર્થ–પ્રમાણે, બ્રાહ્મણ, ગૃહસ્થ અને શાક્ય આદિ પરતીથિકોએ સુધર્મા સ્વામીને આ પ્રકારને પ્રશ્ન પૂછયે-દુર્ગતિમાં પડતાં જેને બચાવીને શુભસ્થાનમાં પહોંચાડનાર, એકાન્ત હિતકર અને અનુપમ ધર્મને સમ્યફ પ્રકારે જાણીને તેની પ્રરૂપણ કરનાર તીર્થકર મહાવીર પ્રભુ કેવાં હતા?” ગાથામાં આવેલ “rg પદમાં જે બહુવચનને પ્રગ કરવામાં આવ્યું છે, તે આર્ષ હોવાને કારણે કરાય છે.
ટીકાથ-પાંચમાં અધ્યયન સાથે છઠ્ઠા અધ્યયનને કે સંબંધ છે, તે પ્રકટ કરીને હવે સૂત્રકાર પાંચમાં અધ્યયનના છેલ્લા સૂત્ર સાથે છઠ્ઠા અધ્યયનના પહેલા સૂત્રને સંબંધ પ્રકટ કરે છે. છેલલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે સાધુએ તીર્થકર દ્વારા પ્રતિપાદિત માર્ગે ચાલીને સંય. મનું પાલન કરવું જોઈએ. તેણે પંડિત મરણની જ પ્રતીક્ષા કરવી જોઈએ. બાલમરણ દ્વારા નરક આદિ ગતિની પ્રાપ્તિ થાય છે–મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરનાર તીર્થકર કેવાં હશે, એ જાણવાની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. આ પ્રકારની જિજ્ઞાસાથી પ્રેરાઈને જે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે, તેનું આ સૂત્રમાં દિગદર્શન કરાવવામાં આવ્યું છે.
નરકના પૂર્વોક્ત સ્વરૂપનું શ્રવણ કરીને, સંસારથી વિરક્ત થઈને શ્રમણે, બ્રાહા આદિ સુધર્મા સ્વામીને પૂછવ્વા લાગ્યા-આ પ્રકારનું કથન કોણે કર્યું છે? અથવા જંબુસ્વામી સુધમાં સ્વામીને પૂછે છે–હે ગુરૂવર્ય! સંસારસાગરને તરાવનાર એવા આ પ્રકારના અનુપમ ધર્મનું પ્રતિપાદન કોણે કર્યું છે? આ પ્રકારને પ્રશ્ન અનેક લોકો દ્વારા મને પૂછવામાં આવે છે.
હવે એ વાત પ્રકટ કરવામાં આવે છે કે નિથ આદિ શ્રમણ, બ્રાહ્મણ, અગારી (ક્ષત્રિય આદિ ગૃહ), અને શાકય આદિ પરતીથિકે તેમને (જબૂસ્વામીને) ક પ્રશ્ન પૂછે છે
એવાં તે ઉપદેશક કેણ હતા કે જેમણે દુર્ગતિમાં જનારા જીવને બચાવીને શુભસ્થાનમાં મેક્ષમાં) લઈ જનાર અનુપમ શ્રતચારિત્ર ધર્મને યથાર્થ રૂપે જાણીને તે ધર્મની પ્રરૂપણ કરી છે ?
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૦૯