Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકા–જેના કરતાં શ્રેષ્ઠ બીજે કઈ પણ પદાર્થ ન હોય, એવા પદાર્થને અનુત્તર કહે છે. અહીં શ્રુતચારિત્ર રૂપ ધર્મને અનુત્તર કહેવામાં આવ્યો છે. મહાવીર પ્રભુ આ અનુત્તર ધર્મની પ્રરૂપણા કરીને અનુત્તર પ્રશસ્ત ધ્યાન ધરતા હતા. જો કે સોગ કેવલીઓમાં ધ્યાનનો સ્વીકાર કરવામાં આવ્યું નથી, છતાં પણ જ્યારે તેઓ મને નિરોધ કરવાનો પ્રારંભ કરે છે, ત્યારે સૂક્ષ્મ કાયોગને નિરોધ કરતી વખતે “સૂમક્રિયા અપ્રતિપાતિ' નામના શુકલ ધ્યાનના ત્રીજા ભેદના ધ્યાનમાં લીન થાય છે અને યોગનો નિરોધ થઈ જાય ત્યારે સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામના શુકલ ધ્યાનના ચોથા ભેદનો તેમનામાં સદ્દભાવ રહે છે ભગવાન મહાવીરનું ધ્યાન શદ્ધ ચાંદીના સમાન શુભ્ર, વિમલ અને નિર્દોષ હતું. અથવા–“અપાઇને અર્થ નિર્દોષ એ પ્રમાણે થાય છે. તેમનું ધ્યાન પાણીનાં ફીણ જેવું દેષરહિત અર્થાત્ સ્વચ્છ હતું. તે ચન્દ્ર અને શંખના સમાન સંપૂર્ણતઃ શુકલ હતું.
આ કથનને ભાવાર્થ એ છે કે ભગવાન મહાવીર સ્વામી જગતના ભવ્ય જીને ધર્મની દેશના દેતા હતા, તથા સર્વોત્તમ ધ્યાન ધરતા હતા. તેમનું ધ્યાન શંખ અને ચન્દ્રમાના સમાન અતિશય શુદ્ધ હતું. ૧૬
બે પ્રકારનું શુકલધ્યાન પ્રાપ્ત કરીને તેમણે શું કર્યું, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-“અનુત્તર' ઈત્યાદિ
શબ્દાર્થ–“મહેરી-મહર્ષિ મહર્ષિ એવા ભગવાન મહાવીર સ્વામી નાળ કીજે ચ હેરા-જ્ઞાનેર શીન જ ને? જ્ઞાન, ચારિત્ર અને દર્શન દ્વારા અરેનનં-મરોજર્નાળિ” બધા કાર્યોને તિરોશિત્તા-વિરોધ વિદ્યાશેન કરીને
પુરા-અનુત્તાત્રા” “મં–પરમાં શ્રેષ્ઠ એવા “સિદ્ધિ-સિદ્ધિસિંઃ સિદ્ધિને પ્રાપ્ત કરી અર્થાત મોક્ષગતિ પ્રાપ્ત કરી “શામળતા-સામિનાં પ્રાણ જે સિદ્ધિની આદિ છે પણ અંત નથી તેવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી. ૧૭
સૂત્રાર્થ–ભગવાન મહાવીરે જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા સમસ્ત કને ક્ષય કરીને સર્વોત્તમ (અનુત્તર) સિદ્ધિ પ્રાપ્ત કરી. તે સિદ્ધિ (આદિ યુક્ત) અને અનંત (અંતવિનાની) છે. તે ૧૭
ટીકાર્થ—-શૈલેશી અવસ્થામાં શુકલધ્યાનના “સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામના ચેથા પાયાનું (ભેદનું) અવલંબન કરીને તે પછી તીવ્ર તપસ્યાઓ દ્વારા જે મને આમા તદ્દન વિશુદ્ધ થયે હતા એવા મહર્ષિ મહાવીરે કેવળજ્ઞાન નામના જ્ઞાન દ્વારા તથા શીલ દ્વારા-ક્ષાયિક ચારિત્રના દ્વારા, તથા કેવળદર્શન દ્વારા, બાકીના ચાર ભ ગ્રાહી કર્મોને (નામ, ગોત્ર, વેદનીય અને આયુર્મોને) ક્ષય કરીને સર્વશ્રેષ્ઠ અને પ્રધાન એવી સિદ્ધિની પ્રાપ્તિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૩૨