Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નીતિશાસ્ત્રમાં પારકા દ્રવ્યનું અપહરણ કરવાનો નિષેધ છે. તે ચેર સાબિત થઈ ચુકયે છે, તેથી તેને મતની સજા ફરમાવવામાં આવી છે આ સજાને અમલ કરવા માટે અમે તેને વધસ્યાને લઈ જઈએ છીએ'.
આ પ્રકારને જવાબ સાંભળીને રાણીઓએ રાજાને વિનંતિ કરીમહારાજ ! આપની પાસે અમારું એક વરદાનનુ લેણું છે, અમે તે વરદાન દ્વારા આ માણસ ઉપર બની શકે તેટલે ઉપકાર કરવા માગીએ છીએ. તે અત્યારે અમને તે વરદાન માગી લેવા દે”.
રાજાએ મંદ મંદ હાસ્ય સહિત તેમની તે વાત મંજૂર કરી. ત્યારે પહેલી રાણીએ તે ચેરને સ્નાન આદિ કરાવીને અલંકારાથી વિભૂષિત કરીને, એક હજાર દીનાર (સોના મહોરે) ખચીને તે ચોરને મનેજ્ઞ શદાદિ વિષ
ને ઉપભેગ કરાવ્યું. આ પ્રકારે એક દીન વ્યતીત થઈ ગયે. બીજે દિવસે બીજી રાણીએ પાંચ હજાર સોનામહેરે ખર્ચીને તેને એજ પ્રમાણે શબ્દાદિ વિષને ઉપભોગ કરાવ્યો. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ દસ હજાર સોનામહેરે ખર્ચીને તે ચોરનું લાલન પાલન કરીને તેને સુખ આપવાને પ્રયત્ન કર્યો. ચોથે દિવસે થી રાણીએ (પટરાણીએ) રાજાની પાસે વચન માગ્યું કે આ ચોરને અભયદાન દે. રાજાએ તેને અભયદાન દીધું. આ રીતે એથી રાણીએ તેને જીવતદાન અપાવ્યું.
હવે બીજી ત્રણે રાણીઓએ ચોથી રાણીનો આ પ્રમાણે ઉપહાસ કરવા માંડયે-“તમે ખૂબ જ કંજૂસ છો ! તમે તે ચોરની પાછળ એક પાઈ પણ ખચ નહી ! તે રાણીઓના મનમાં એ અહંકાર થયો કે અમે ચોર ઉપર ઘણો મોટો અનુગ્રહ કર્યો છે, તે કારણે તેઓ પોત પોતાના ઉપકારના વખાણ કર્યા કરતી હતી. ત્યારે રાજાએ તે ચોરને પોતાની પાસે બોલાવીને આ પ્રમાણે પૂછયું, “તું કઈ પણ પ્રકારનો સંકેચ રાખ્યા વિના સાથે સાચું કહી દે કે કઈ રાણીએ તારા પર વધારેમાં વધારે ઉપકાર કર્યો છે?” ત્યારે તેણે જવાબ આપ્યો-” આ ચોથી મહારાણીએ મને અભયદાન અપાવિીને મારી રક્ષા કરી છે. અભયદાન મળવાથી મને તે જાણે નવું જીવન મળી ગયું છે. ” - આ ઉદાહરણ દ્વારા એ સિદ્ધ થાય છે કે સમસ્ત દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૪૦