Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરી. જેમ અગ્નિના સ્પર્શથી ઘાસને ઢગલે બળીને ભસ્મ થઈ જાય છે, એજ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા મહાવીર પ્રભુએ સમરત કર્મોને સર્વથા ક્ષય કરી નાખીને અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. જેના કરતાં શ્રેષ્ઠ અન્ય કઈ પણ વસ્તુ હોતી નથી, તેને અનુત્તર કહે છે. સિદ્ધિ એવી સર્વોત્તમ વસ્તુ હોવાને કારણે તેને અનુત્તર (સર્વોત્તમ) કહી છે. વળી તે સિદ્ધિને પરમ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે સમસ્ત ધમનુષ્ઠાને મુક્તિ પર્યત જ કરવામાં આવે છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી તે આત્મા કૃતકૃત્ય થઈ જાય છે-તેને કંઈ પણ કરવાનું જ બાકી રહેતું નથી. તે મુક્તિ સાદિ અને અનંત છે. તેને સાદિ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે તેને આદિ તો છે એટલે કે તે કારણજનિત છે, પરંતુ મુક્તિને કદી અન્ત નથી, તેથી જ તેને અનંત વિશેષણ લગાડવામાં આવ્યું છે. એવી મુક્તિ મહર્ષિ મહાવીરે પ્રાપ્તિ કરી. ૧ળા
સૂત્રકાર બીજાં દૂછાતો દ્વારા મહાવીર પ્રભુની સ્તુતિ કરે છે“લે” ઈત્યાદિ
શબ્દાર્થ–“E-ચા' જે પ્રમાણે “ કુ-ઘુ વૃક્ષોમાં “શાણ-જ્ઞા જગ~સિદ્ધ “સામગ્રી વા–રાટી વા’ સમર નામનું વૃક્ષ છે. “કરિ-ચરિકન જે વૃક્ષ પર સુવના-અપળ સુવર્ણકુમારે અર્થાત્ ભવનપતિ વિશેષ “–ત્તિઓ આનંદનો વેચz-વેરિત’ અનુભવ કરે છે. “વળતુ વા ઘંf Big-વહુ વા 7 શ્રેષ્ઠમ્ બાહુક' તથા જેમ વનમાં નન્દનવનને સૌથી ઉત્તમ કહે છે. એજ પ્રમાણે “નાળા રીફ્રેન ચ મૂરજો-જ્ઞાનેન સ્કેન ૨ મૂતિપ્રજ્ઞા” જ્ઞાન અને ચારિત્રદ્વારા ઉત્તમ જ્ઞાનવાળા એવા ભગવાન મહાવીર સ્વામીને સર્વથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે. ૧૮ છે
સૂત્રાર્થ–જેવી રીતે વૃક્ષમાં શામેલી વૃક્ષ પ્રખ્યાત છે, અને વનમાં નન્દનવન સર્વોત્તમ છે, એજ પ્રમાણે જ્ઞાન અને શીલમાં મહાવીર પ્રભુ શ્રેષ્ઠ છે. ૧૮
ટીકા–દેવકુરુ ક્ષેત્રમાં શામલી નામનું જે વૃક્ષ થાય છે, તેને સર્વશ્રેષ્ઠ વૃક્ષ ગણવામાં આવે છે, કારણ કે તે વૃક્ષ પર સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવ આનંદ અનુભવે છે. અથવા જેમ ભદ્રશાલ, સૌમનસ. પંડક આદિ સમસ્ત વનમાં નન્દનવન સર્વોત્તમ છે, કારણ કે તે દેવોનું કીડાસ્થાન ગણાય છે, એજ પ્રમાણે ભૂતિપ્રજ્ઞ (જીવ રક્ષાની બુદ્ધિવાળા) ભગવાન મહાવીર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૩૩