Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દર્શનને અર્થ સમાન છે. તેથી કઈ પણ એક શબ્દ પ્રયોગ કરવાથી કામ ચાલી શક્ત, છતાં અહીં બને પદોને પ્રવેગ કરવાથી પુનરુક્તિ દેવા લાગો. નથી? આ શંકાનું નિવારણ કરતા સૂત્રકાર કહે છે કે જ્ઞાન અને દર્શનના અર્થમાં આ પ્રકારનો તફાવત છે-જ્ઞાન વસ્તુના વિશેષ ધર્મોનું ગ્રાહક હોય છે. પરંતુ દર્શન સામાન્ય અર્થનું એટલે વસ્તુના સામાન્ય અંશનું પરિચ્છેદક (ગ્રાહક-બેધક) છે, તેથી આ બંનેને પ્રવેગ કરવાથી પુનરુક્તિ દોષને અવકાશ રહેતું નથી.
મહાવીર પ્રભુ સર્વાધિક યશથી વિભૂષિત હતા એટલે કે સમસ્ત મનુષ્ય, દેવે અને અસુરો કરતાં અધિક યશસંપન્ન હતા તથા ભવસ્થ કેવલી અવસ્થામાં લેકેના દષ્ટિપથમાં વિદ્યમાન હતા. અથવા તેઓ સૂક્ષ્મ અને વ્યવહિત (વ્યવધાનવાળા-સ્થળ) પદાર્થોને પ્રકાશિત કરનારા હોવાથી ચક્ષુના સમાન હતા, કારણ કે તેમના ઉપદેશ વડે જ જીવાદિ તત્તનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. એવા મહાવીર પ્રભુના શ્રુત અને ચારિત્ર રૂ. ધર્મને જાણે અને તેમના ઘેયને વિચાર કરે. તેમના કાનમાં ખીલા ઠેકવામાં આવ્યા, તથા તેમના પગ પર ખીર પકવવામાં આવી, છતાં પણ તેમણે એ બધાં ઉપસર્ગોને સમભાવ પૂર્વક સહન કર્યા. ઘરમાં ઘર ઉપસર્ગોને દૈયપૂર્વક સહન કરીને તેઓ સંયમના માર્ગમાં અવિચલિત રહ્યા. તેમના આ ધેયને વિચાર કરે.
અથવા તે પ્રમાણે, બ્રાહ્મણ વગેરેએ સુધર્મા સ્વામીને કહ્યું- તમે વિહાર આદિમાં મહાવીર પ્રભુની સાથે જ વિચારતા હતા. યશસ્વી અને ચક્ષુગાચર મહાવીર પ્રભુના ધર્મ અને શૈર્યને તમે જાણે છે, તે વિષે અમને કહેવાની કૃપા કરો.”
તાત્પર્ય એ છે કે-સુધર્મા સ્વામી જબૂસ્વામી આદિ શિષ્યસમુદાયને કહે છે કે-મહાવીર પ્રભુ સંસારી જીવોના દુઃખને જાણતા હતા. અષ્ટવિધ કર્મોનાં વિનાશક હતા, સદા સર્વત્ર ઉપગવાન હતા, અનંતજ્ઞાન અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૧૪