Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ–-જે લેકે એમ માને છે કે ખીલ ગુમડાં આદિને દબાવીને તેમાંથી પરુ આદિ કાઢી નાખવામાં જેમ કેઈ દેષ નથી, એજ પ્રમાણે કામ પ્રાર્થિની સ્ત્રી સાથે કામગ સેવવામાં પણ કોઈ દોષ નથી. તેઓ ખરી રીતે તે સ્ત્રીઓમાં આસક્ત પાર્શ્વ જ હોય છે. તેઓ પ્રશસ્ત આચારોને ત્યાગ કરીને શિથિલાચારી બની ગયા હોય છે. તેઓ પોતાને નાથ કહે છે. અને મંડળમાં વિચરણ કરે છે. કઈ કઈ યુથિકો પણ આ પ્રકારની માન્યતાને આધાર લઈને શિથિલાચારી બની ગયા હોય છે. તેઓ ખરી રીતે મિથ્યાદષ્ટિ જ છે, એટલે કે તત્વને વિપરીત રૂપે ગ્રહણ કરનાર છે. જેઓ ધર્મના આદેશનું પાલન કરનારા અને હેય ધર્મોથી દૂર રહેનારા છે તેમને જ આ કહેવાય છે, પરંતુ ધર્મવિરૂદ્ધનું આચરણ કરનારા લેકે આર્યકુળમાં જન્મ ધારણ કરવા છતાં પણ અનાય જ છે. તેઓ કામમાં લુપ છે, અને રાગને કારણે અસત્ આચરણમાં આસક્ત છે. જેવી રીતે પૂતના ડાકણ બાળકોમાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીર્થિક લલનાઓમાં આસક્ત હોય છે.
પૂતનાને બીજો અર્થ “ઘેટી થાય છે. જેવી રીતે ઘેટી પોતાના બચ્ચામાં ખૂબ જ આસક્ત હોય છે, એ જ પ્રમાણે શાકત આદિ પરતીથિકે સ્ત્રીઓમાં આસક્ત હોય છે. ઘેટીને પોતાના બચ્ચાંઓ પર ઘણે અનુરાગ હોય છે, તે વાત નીચેની કથા દ્વારા સિદ્ધ થાય છે. એક વખત એવું બન્યું કે ઘણું પશુઓનાં બચ્ચાં કૂવામાં પડી ગયાં. તે વાતની ખબર પડતાં તે પશુઓનાં
ખને પાર ન રહ્યો. તેઓ સન્તાનપ્રેમને કારણે કૂવાને કાંઠે એકઠાં થયાં. પરતુ કૂવામાં પડી ગયેલાં પિતાનાં બચ્ચાંઓને બહાર કાઢવાને કઈ ઉપાય તેમને જડે નહીં. તેથી તેઓ ખૂબ જ વિષાદને અનુભવ કરતાં કૂવાને કાંઠે જ ઊભાં રહ્યાં. પરંતુ મેઢી (ઘેટી) પિતાના બચ્ચાને પાણીમાં પડેલું દેખીને કુવામાં કૂદી પડી. આ ઘટના જોઈને સમસ્ત પ્રાણીઓએ એવું કબૂલ કર્યું કે ઘેટીને પિતાનાં બચ્ચાં પર સૌથી વધારે અનુરાગ હોય છે. આ કથનને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨