Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સ્ત્રી પ્રજવલિત અંગારા સમાન છે અને પુરુષ ઘીના ઘડા સમાન છે. તેથી બુદ્ધિમાન પુરુષે ઘી અને અગ્નિને એક જ જગ્યાએ એકઠાં થવા દેવા જોઈએ નહીં” પારદા
સ્ત્રીની સમીપતાને કારણે ઉદ્ભવતા ને પ્રકટ કરીને હવે સૂત્રકાર તેના દુઃખદ પરિણામે પ્રકટ કરે છે– તુમે' ઈત્યાદિ
શબ્દાર્થ – “કોફ૩૩ કે ૪તુjમે-૩યોતિરુપૂતો નુકંમ:” જેમ અગ્નિથી સ્પર્શાવેલ લાખનો ઘડે “બાપુfમત્તે બારમુકા-બાથમિરતો નારામુપાતિ જદિથી તપીને નાશ પામે છે “પર્વ-ઇશ્વમ્' એજ રીતે “થિથાપિં-ત્રીમ સ્ત્રિયોના “સંવાળ-સંવાનિ સહવાસથી “ગાર-ગરનાર' અનગાર-સાધુ “નામુવચંતિ-નારાનું ચારિત્ર' નાશ પામે છે. અર્થાત્ ચરિત્રથી પતિત થઈ જાય છે. જે ૨૭ .
સૂવાથ–અગ્નિને સ્પર્શ પામતે લાખને ઘડે તપીને થોડી જ વારમાં વિનષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે સ્ત્રિઓના સહવાસથી સાધુઓને પણ વિનાશ જ થઈ જાય છે તેઓ ચારિત્રભ્રષ્ટ થઈ જાય છે. ર૭ા
ટીકાર્થ-લાખના ઘડાને અગ્નિને સ્પર્શ થાય એવી રીતે રાખવામાં આવે, તે તે એકદમ તપી જઈને-પીગળી જઈને વિનષ્ટ થઈ જાય છે. એજ પ્રમાણે જે અણગાર સ્ત્રીઓનો સંપર્ક રાખે છે, અથવા તેમને સહવાસ કરે છે, તે પણ વિનષ્ટ જ થઈ જાય છે. એટલે કે તે અણગાર કઠણ એવા સંયમને ત્યાગ કરીને શિથિલાચારી બની જાય છે, અથવા સંયમના માર્ગેથી સર્વથા ભ્રષ્ટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેવી રીતે અગ્નિને સ્પર્શ લાખના ઘડાના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૨૫