Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રિ' આ પદ ઉદ્દેશકની સમાપ્તિનું સૂચક છે. “મિ' આ પ્રકારનું જે કથન મેં કર્યું છે, તે મારી કલ્પનાશક્તિથી ઉપજાવી કાઢેલી વાત નથી, પણ ખુદ તીર્થકરોએ આ પ્રકારની પ્રરૂપણ કરેલી છે. તીર્થકર મહાવીર સ્વામીએ મારી સમક્ષ જે પ્રરૂપણ કરી હતી, તેનું આ અનુકથન જ છે. તે મારા આ કથન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને સંયમની આરાધનામાં જ મનને થિર રાખવું જોઈએ. આ કથન જરબૂસવામીને સુધર્મા સ્વામીએ કરેલ છે. ૩પા જૈનાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાના ચોથા અધ્યયનને પહેલે ઉદ્દેશક સમાપ્ત ૪-૧૫
ખ્ખલિત સાધુ કે કર્મબન્ધ કા નિરૂપણ
ચેથા અધ્યયનને બીજો ઉદ્દેશક ચોથા અધ્યયનનો પહેલે ઉદ્દેશક પૂરો થશે. હવે બીજા ઉદ્દેશકની શરૂ આત થાય છે. પહેલા ઉદ્દેશકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સિઓને સંપર્ક કરવાથી ચારિત્રનું પતન થાય છે. હવે આ બીજા ઉદેશકમાં એ વાત પ્રકટ કરવામાં આવશે કે સ્ત્રીમાં આસક્ત થઈને ચારિત્ર ભ્રષ્ટ થનાર સાધુની કેવી હાલત થાય છે. આ ભવમાં તેણે કેવાં કેવાં દુઃખો ભેગવવા પડે છે તે વાત આ ઉદ્દેશકમાં સૂત્રકારે સ્પષ્ટ રૂપે પ્રકટ કરી છે. ચારિત્રથી ભ્રષ્ટ થવાને કારણે તે કર્મબન્ધ પણ કરે છે પહેલા ઉદ્દેશક સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા બીજા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે--
કોણ ચા ” ઈત્યાદિ—
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૩૦