Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ કરશે. કે જે કામભાગમાં આસક્ત છે, હમણાં પણ જેઓ આલેક અને પરલેકનાં દુને વિચાર કર્યા વિના કામમાં લીન રહે છે. તેઓ સાવધ કનું જ સેવન કર્યા કરે છે એટલું જ નહીં પણ તેઓ દાસ અને મૃગના જેવાં હોય છે. સ્ત્રીમાં આસક્ત થયેલા તે પુરુષ સ્ત્રીની ગમે તે પ્રકારની આજ્ઞાનું પાલન કરતા હોય છે, તેથી તેમને દાસસમાન કહ્યા છે. તેમની દશા જાળમાં ફસાયેલા મૃગ જેવી હોય છે. તે એ એટલા બધા પરાધીન બની ગયા હોય છે કે તેમને શાતિથી ખાવાનું કે શયન કરવાનું પણ મળતું નથી. કોઈ કઈ વાર તે ખરીદેલા દાસની જેમ કપડાં ધોવા આદિ મળશુદ્ધિનું કામ પણ તેમની પાસે કરાવવામાં આવે છે. તેમની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ હોય છે, તેથી તેમને પશુસમાન કહેવામાં આવ્યા છે. અથવા સ્ત્રીને અધીન થયેલા પુરુષ દાસ, મૃગ અને પથ કરતાં પણ અધમ દશાને અનુભવ કરતા હોય છે. તેઓ એવાં સત્વહીન બની ગયા હોય છે કે તેમનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જ જાણે ગુમાવી બેઠા હોય છે. તેઓ સઘળી વસ્તુઓ કરતાં અધમ હોવાને કારણે કોઈ પણ વસ્તુને તેમના સમાન કહી શકાય નહીં. તેથી તેમને કઈ પણ વસ્તુની ઉપમા આપી શકાય નહી. ખરી રીતે તો તેઓ અપદાર્થ રૂ૫ જ-સ્વતંત્ર અસ્તિત્વ રહિત જલાગે છે, તેઓ સાવદ્ય કર્મોમાં પ્રવૃત્ત રહેવાને કારણે સાધુ પણ નથી અને તાંબૂલ આદિને ઉપગ ન કરવાથી તેઓ ગૃહસ્થ પણ નથી. આ રીતે “નહીં ઘરના કે નહીં ઘાટના જેવી તેમની દશા છે. અથવા તેને આ લેક સંબંધી કર્મ કરનારા પણ નથી અને પરલેક સંબંધી અનુષ્ઠાન કરનારા પણ નથી. આ પ્રકારે તેઓ સંસારી પણ નથી અને સાધુ પણ નથી. અર્થાત્ એવા પુરૂષ અને ભ્રષ્ટ તતભ્રષ્ટ-ગૃહસ્થ અને સાધુપણાની વચમાં જ ભટકે છે. ૧૮
હવે સૂત્રકાર આ ઉદ્દેશકને ઉપસંહાર કરતા સ્ત્રીસંપર્કને પયિાગ કરવાને ઉપદેશ આપે છે-“ઘ' ઈત્યાદિ--
શબ્દાર્થ—–“રાહુ-તા” સિએના સંબંધમાં “ હું વિન– રઝુ વિજ્ઞસં' આ પ્રમાણેનું કથન કરેલ છે. “સથવં સંગારં વજેકઝા-સતવં વાસ ૨ વર્ણચંત' આ કારણથી સાધુએ સ્ત્રિની સાથેનો પરિચય અને સહવાસને ત્યાગ કરે. કારણ કે તાતિયા રૂપે માતાજાતિ ફરે વામ સ્ત્રીના સંસર્ગથી ઉત્પન થવાવાળા શબ્દાદિક કામગ “વઝા જ ઘરમાવાણ-ગવદ્યારn gવનાચારા પાપને ઉત્પન કરે છે. એ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે, ૧૯
સૂત્રાર્થ ––આ પ્રકારે પ્રસંગના પૂર્વોક્ત પરિણામોનો વિચાર કરીને સાધુએ સ્ત્રીઓને પરિચય રાખવો જોઈએ નહીં, તેમની સાથે નિવાસ પણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૪૭